શ્રી દધિચી સંકુલ ગડુ (શેરબાગ) માં આર્મીના જવાનો એ સંકુલના બહેનોની મુલાકાત લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldwcgmfpfxxlroco/" left="-10"]

શ્રી દધિચી સંકુલ ગડુ (શેરબાગ) માં આર્મીના જવાનો એ સંકુલના બહેનોની મુલાકાત લીધી


શ્રી દધિચી સંકુલ ગડુમા અભ્યાસ કરતી કે જી થી કોલેજ સુધીની બહેનો દ્વારા આર્મીના જવાનોને હાથે બનાવેલી રાખડી અને રક્ષાપત્રો મોકલવામા આવ્યા હતા જેમના અનુસંધાને આર્મીના જવાનો દ્વારા સંકુલમા અભ્યાસ કરતી બહેનોને મીઠાઈ આપવા માટે અને બહેનોનો આભાર વ્યક્ત કરવા માટે આર્મીના જવાનો સંકુલની રૂબરૂ મુલાકાતે આવેલ હતા તે અંતર્ગત શાળામા ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ વગાડી કંકુ તિલક કરીને સ્વાગત કરવામા આવ્યુ હતું.ત્યારબાદ સંકુલમા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તમામ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી.સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઈ ચારિયા દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપ્યું હતું.શાળામા અભ્યાસ કરતી બહેનો દ્વારા આર્મીના જવાનો શાળા સંકુલમા પધાર્યા એ બદલ આભાર પ્રગટ કરતા વક્તવ્યો રજુ કરવામા આવ્યા હતા.અને આર્મીના જવાનો દ્વારા સંસ્થામા અભ્યાસ કરતી તમામ બહેનોનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે દેશ સેવામા અમારી આ પ્રકારે નોંધ બહેનો દ્વારા લેવાઈ રહી છે એટ્લે અમોને વિશેષ ગર્વ છે આ બાબતે અમારી યુનિટના તમામ જવાનો રક્ષાબંધનના દિવસે તમારી રાખડી બાંધીને ફરી તમામ બહેનોને યાદ કરીશું. આ કાર્યક્રમમા વિશેષ ઉપસ્થિત ગીર સોમનાથ જીલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખશ્રી રામભાઈ ચારિયા,સંસ્થાના પ્રમુખશ્રી ચારિયા અરજણભાઈ,સંકુલનો સ્ટાફ,હેડશ્રી, અને બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા. કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના નિયામક પરાગભાઈ ચારિયા દ્વારા કરવામા આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બહેનો ભાવનાબેન, અસ્મિતાબેન દ્વારા કરવામા આવ્યુ હતું.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]