શ્રી શિવમ વિદ્યાલય- જસદણ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત બાળ ચૂંટણી-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી શિવમ વિદ્યાલય- જસદણ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત બાળ ચૂંટણી-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


શ્રી શિવમ વિદ્યાલય- જસદણ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત બાળ ચૂંટણી-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ તારીખ 30-11-2022 બુધવારે જેમાં બુથવ્યવસ્થાથી લઈને કેવી રીતે મતદાન કરવું તેમજ મતદાન પેટી સ્ટ્રોંગ રૂમમાં સીલ થાય ત્યાં સુધીની તમામ વ્યવસ્થા બાળકોને શિક્ષકો દ્વારા સમજાવવામાં આવી હતી. તેમજ પ્રેક્ટીકલ નોલેજ આપવામાં આવ્યું હતું અને શાળામાંથી વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા અને નાના-મોટા દરેક વિદ્યાર્થીઓએ તેમને મત આપ્યો અને મતદાન વિશે સમજ કેળવી હતી. આ તબક્કે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક એક મતનું મહત્વ સમજાવ્યું અને શાળાના સંચાલકની હિતેશભાઈ રામાણી એ વિદ્યાર્થીઓને અપીલ કરાવી કે તેમના ઘરના તમામ સભ્યો તારીખ 1-12-2022 ને ગુરુવારના રોજ અચૂક મતદાન કરી અને પોતાની પવિત્ર ફરજ ને નિભાવશે
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.