મોડાસાના માલપુર રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક શૉ રૂમના માલિક પર લૂંટના ઇરાદે કરાયો હુમલો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kyckgtfvridkwcas/" left="-10"]

મોડાસાના માલપુર રોડ પર આવેલા ઇલેક્ટ્રોનિક શૉ રૂમના માલિક પર લૂંટના ઇરાદે કરાયો હુમલો.


12 વાગ્યાના અરસામાં માલપુર રોડ પર આવેલ ક્રિષ્ના કોર્નર નામના શૉ રૂમ પર મોઢા પર કપડું બાંધેલી હાલતમાં આવેલા ૩ શખ્સોએ વેપારીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી રૂપિયા આપવા જણાવ્યું.વેપારી ઉલ્લાસભાઈ એ પૈસા આપવાની ના પાડતાં ત્રણ પૈકી એક લૂંટારુએ વેપારી ઉલ્લાસભાઈ શાહ સાથે જપા જપી કરી માથામાં હથોડા જેવા હથિયારથી હુમલો કર્યો. હથોડા જેવું હથિયાર માથામાં મારી વેપારીને લોહીલુહાણ કર્યા બાદ લૂંટારુઓ ભાગી છૂટ્યા. વેપારી ઉલ્લાસભાઈ એ નાસી છૂટતા લુંટારૂઓ નો દાદર સુઘી પીછો કર્યો પણ લુંટારૂઓ નાસી છૂટવામાં સફળ રહ્યા. લોહીલુહાણ હાલતમાં વેપારીને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]