સરગાસણમાં તાજા જન્મેલા બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકી ત્યજી દેવાયું - At This Time

સરગાસણમાં તાજા જન્મેલા બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકી ત્યજી દેવાયું


ગાંધીનગર શહેર નજીક આવેલાસ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા સારવાર માટે સિવિલમાં ખસેડાયું ઃ સેક્ટર-૭ પોલીસની તપાસગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરખેજ હાઇવે ઉપર તારાપુર પાસે સવસ રોડની
બાજુમાં આજે સવારના સમયે એક નવજાત બાળકને પ્લાસ્ટિકની બેગમાં મૂકીને વાલી વારસો
ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ આ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા આ બાળકને
તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ અંગે હાલ
તો સેકટર-૭ પોલીસ ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની શોધખોળ શરૃ કરી છે.પુત્ર કપૂતર થાય પરંતુ માવતર કમાવતર કદીએ ના થાય... આ કહેવત
આજે ફરીવાર ગાંધીનગરમાં ખોટી પડી છે. ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર સરગાસણ ગામની
સીમમાં તારાપુર સવસ રોડની બાજુમાં આજે સવારના સમયે પ્લાસ્ટિકની બેગમાં નવજાત
બાળકને ત્યજીને તેના વાલી વારસો ફરાર થઈ ગયા હતા. નજીકમાં કામ કરતા ખેડૂતને બાળકના
રડવાનો અવાજ આવતા તપાસ કરતાં પ્લાસ્ટિકની બેગમાં બાળક મળી આવ્યું હતું. જેથી તુરત
જ આ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી
અને બાળકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના
અંગે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા ગુનો દાખલ કરીને બાળકના વાલી વારસોની
શોધખોળ પણ શરૃ કરી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સાથે નસગ હોમમાં પણ
પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર
બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી જેના વાલીવારસોને પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો
નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.