મોદીએ નર્મદા શાખા નહેરની ભેટ આપતાં કચ્છ 'નંદનવન' બનશે - At This Time

મોદીએ નર્મદા શાખા નહેરની ભેટ આપતાં કચ્છ ‘નંદનવન’ બનશે


ભુજ રવિવારઆજરોજ  વડાપ્રધાનએ કચ્છને સ્મૃતિ વન તાથા નર્મદા શાખા નહેર સાથે અનેક લોકાર્પણ/ખાતમુહૂર્તની ભેટ સોગાદ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રિમોટ દબાવી નર્મદા નીરના વર્ચ્યુઅલી વાધામણા કર્યા હતા. મુખ્ય કાર્યક્રમની સમાંતર માંડવી તાલુકાના કોડાય ખાતેના નર્મદા શાખા નહેરના લોકાપર્ણ મંત્રી ષિકેશ પટેલે શાોક્ત મંત્રોચાર સાથે શ્રીફળ તાથા ફળ-ફૂલ અર્પણ કરી મા નર્મદાને કચ્છની ધરા પર આવકાર્યા હતા. કચ્છ શાખા નહેરાથી જિલ્લાના ૧૮૨ ગામોને ૨,૭૮,૫૬૧ એકર પિયત વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળતું થયું છે. વાધુમાં કચ્છ શાખા નહેર થકી જિલ્લાના તમામ ૯૪૮ ગામો અને બાધા જ ૧૦ નગરોને પીવાનું પાણી પણ મળતું થયું છે. ટેકરા ને ખીણોના પ્રદેશ એવા કચ્છમાં નર્મદાના નીર પહોંચડવાનું કાર્ય ખૂબ અઘરું હતું. આ તમામ પડકારોને ઝીલીને ત્રણ ધોધ(ફોલ) તાથા ત્રણ પમ્પિંગ સ્ટેશન સૃથાપિત કરવામાં આવ્યા અને કચ્છ ધરાના મોડકુબા સુાધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. કચ્છમાં મોડકુબા સુાધી નર્મદા નીર પહોંચતા કચ્છના ખેડુતોના ચહેરા પર અનેરો આનંદ દેખાઈ રહ્યો હતો.  કોડાય ખાતેના આ કાર્યક્રમમાં મંત્રી સાથે નર્મદા નિગમના ડાયરેક્ટર પી.સી.વ્યાસ, કચ્છ શાખા નહેરના ચીફ એન્જીનિયર એસ.બી. રાવ, સુપ્રિટેન્ડેન્ટ એનજીનિયર જી.એમ.ભગત, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર, કચ્છ ઇરીગેશન સર્કલ (પંચાયત), માંડવી મામલતદાર, માંડવી સ્વામિનારાયણ ઉપરાંત સૃથાનિક અગ્રણીઓ, નર્મદા નિગમ તમેજ કચ્છ શાખા નહેરના અિધકારીઓ/કર્મચારીઓ, ખેડૂતો તાથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસિૃથત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.