અકાસા એરલાઇન્સના યાત્રીઓની અંગત માહિતી લીક - At This Time

અકાસા એરલાઇન્સના યાત્રીઓની અંગત માહિતી લીક


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૮એક મહિના અગાઉ જ શરૃ થયેલી અકાસા એરલાઇન્સના યાત્રીઓની
કેટલીક અંગત માહિતી લીક થઇ ગઇ છે. એરલાઇન્સે માહિતી લીક થવા બદલ માફી માગી છે અને
તે અંગેની જાણ નોડલ એજન્સી અને ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસપોન્સ ટીમ
(સીઇઆરટી-ઇન)ને કરી છે.પોતાની વેબસાઇટ પર કંપનીએ જણાવ્યું હતું કે ૨૫ ઓગસ્ટના રોજ
લોગ ઇન અને સાઇન અપ સર્વિસમાં થોડાક સમય માટે ટેકનિકલ ખાર્મી સર્જાઇ હતી. એરલાઇન્સે જણાવ્યું છે કે અકાસા એરના કેટલાક રજિસ્ટર્ડ
યુઝરોના નામ, જાતિ, ઇ-મેઇલ એડ્રેસ
અને ફોન નંબર જેવી માહિતી લીક થઇ હતી. જો કે કંપનીએ ખાતરીપૂર્વક જણાવ્યું છે કે આ
માહિતી અન્ય કોઇ ટ્રાવેલ આધારિત માહિતી,
ટ્રાવેલ દસ્તાવેજો કે પેમેન્ટ માહિતી લાીક થઇ નથી.ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલા જ અવસાન પામેલા અબજોપતિ
રાકેશ ઝુનઝુનવાલાએ આ એરલાઇન્સમાં મોટા પાયે રોકાણ કર્યુ હતું. આ એરલાઇન્સની પ્રથમ
ફલાઇટ સાત ઓગસ્ટના રોજ મુંબઇથી અમદાવાદ વચ્ચે શરૃ થઇ હતી.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ માહિતી લીક થવાના
કારણે કોઇ યાત્રીને તકલીફ પડી હોય તો અમે ગંભીરતાપૂર્વક માફી માગીએ છીએ. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.