સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત હજારો માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ku881qmfnq81ixwi/" left="-10"]

સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત હજારો માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું


સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું. જેમાં વીંછિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયાં અને માળાઓ ઘરે લઈ જઈને બાંધવાનું કાર્ય કરે છે સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા આશરે 30000 જેટલા વ્રુક્ષો જાપાનિઝ ટેકનિક મિયાવાકી પદ્ધતિથી મોટી લાખાવાડ ની અંદર સુખનાથ મહાદેવના મંદિરે વાવવામાં આવેલ છે. અને સુખનાથ ચેરીટેબલ ટ્રસ્ટ વારંવાર આવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરીને પર્યાવરણ અને જીવદયા ક્ષેત્રે ખુબ જ નોંધનીય સેવા કાર્ય કરી રહ્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આ બધી જ પ્રવૃતિઓનો ખર્ચ સુખનાથ ચેરિટેબલ ટ્રસ્ટ મોટી લખાવાડ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા વર્ષના 365 દિવસ સતત માળા નું વિતરણ કરવામાં આવે છે. જે ખૂબ માનવતાની વાત કહેવાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]