બોટાદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ - At This Time

બોટાદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ


બોટાદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

બોટાદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સ્વાતંત્ર્યપર્વની ઉજવણી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જવાબદારી સોંપતા કલેકટરશ્રી બી. એ. શાહ

જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ,

સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા નાગરિકો, સરકારી વિભાગોમાં વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું સ્વતંત્રતા પર્વ નિમિત્તે સન્માન થશે: કલેકટરશ્રી

બોટાદ જિલ્લામાં આગામી તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર દિનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. બોટાદવાસીઓ આગામી ૧૫ ઓગસ્ટના રોજખુબજ ઉત્સાહ પૂર્વક આઝાદીનો જશ્ન મનાવશે ત્યારે જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટરશ્રીએ આ બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓને કાર્યક્રમ અન્વયે જરૂરી જવાબદારી સોંપી હતી. જિલ્લા તથા તાલુકા કક્ષાએ આઝાદી પર્વ નિમિત્તે કોરોના ગાઈડલાઈન સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે. આ બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ હતી ઉપરાંત તમામ અધિકારીશ્રીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચન આપવામાં આવ્યા હતા. સાથોસાથ જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા જિલ્લાના નાગરિકો, સરકારી વિભાગોમાં વિશિષ્ટ તેમજ નવતર કામગીરી કરનારા અધિકારીશ્રીઓ કર્મયોગીઓનું સ્વતંત્રતા પર્વ નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા સન્માન થાય તે બાબત સુનિશ્ચિત કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી. ડી. પલસાણા, અધિક નિવાસી કલેકટર શ્રી મુકેશ પરમાર, પ્રાંત અધિકારી શ્રી દિપકભાઈ સતાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.