લુણાવાડા પોલીસે વિદેશી દારૂની ૧૭૬ બોટલો સાથે ત્રણ ઇસમોને ઝડપ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1njg2s6mhcv9tk3u/" left="-10"]

લુણાવાડા પોલીસે વિદેશી દારૂની ૧૭૬ બોટલો સાથે ત્રણ ઇસમોને ઝડપ્યા


મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનના પી.આઇ આર.ડી ભરવાડે ટીમ બનાવી પ્રોહી. ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન મળેલ બાતમી આધારે તે ચાવડીબાઇના મુવાડા ગામે રેઇડ કરી (૧) ગેમાભાઇ હરીભાઇ પગી રહે. ચાવડીબાયના મુવાડા ટીમ્બા ફળીયા, તા.લુણાવાડા જી.મહીસાગર. (૨) અરિવંદભાઇ કનુભાઇ ભોઇ રહે. નાની દવેના મુવાડા તા.લુણાવાડા, જી. મહીસાગર. (૩) અશોકભાઇ કનુભાઇ ભોઇ રહે.નાની દવેના મુવાડા તા.લુણાવાડા, જી.મહીસાગરને પ્રોહી.મુદ્દામાલ બોટલ નંગ-૧૭૬ કીમત રૂ.૨૫૮૦૦/- તથા એકટીવાની કીંમત રૂ.૨૫૦૦૦/-મળી કુલ રૂ.૫૦,૮૦૦/-નો મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે અને આરોપીઓ વિરૃધ્ધ લુણાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી અને વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]