માળીયા હાટીના માં પોલીસ સંભારણા દિવસ ઉજવી પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ - At This Time

માળીયા હાટીના માં પોલીસ સંભારણા દિવસ ઉજવી પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ


આજે દેશભરમાં પોલીસ સંભારણા દિવસ ઉજવાઈ રહ્યો છે. આ દિવસે શહિદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

દેશભરમાં સહાદત પામેલા ચાલુ ફરજે શહીદ પામેલા પોલીસ દળના સભ્ય, હોમગાર્ડ સભ્યો, જીઆરડી સભ્યો જે ગયા વષૅ માં પોતાની નિષ્ઠાવાન ફરજ નિભાવતા સમાજની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે પોતાના જીવનની પરવા કર્યા વિના નોકરી કરી
આંતરિક સુરક્ષાને મજબુત રાખવા આખાય દેશના તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી ફરજ બજાવતા હોય છે. ચાલુ ફરજે સાહદત મેળવેલ તેમને આતકે આજ 21ઓકટબરે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સંભારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,

જેમાં માળીયા હાટીના પી.એસ.આઇ. બી.કે.ચાવડા તેમજ પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફના જવાનો એ શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમને શ્રદ્ધાં અર્પી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.