અરવલ્લી જિલ્લાના મુલોજ ગામના ડેરા ડુંગરી વિસ્તારમા પાણી ની સમસ્યાને લઈને ચૂંટણી નો બહિષ્કાર, પાણી નહીં તો વોટ નહીં, - At This Time

અરવલ્લી જિલ્લાના મુલોજ ગામના ડેરા ડુંગરી વિસ્તારમા પાણી ની સમસ્યાને લઈને ચૂંટણી નો બહિષ્કાર, પાણી નહીં તો વોટ નહીં,


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ઠેર ઠેર ભાજપના વિરોધ ની વચ્ચે ઉનાળાએ પણ ચૂંટણીમાં વિરોધી બનીને ગરમીની શરૂઆત કરતા મુલોજના ડેરા ડુંગરી વિસ્તારમાં પાણી પાણીના પોકાર.. લોકો પાડી ઊઠ્યા છે.પાણી નહીં તો વોટ પણ નહીં તેવા સુર ઉઠ્યા. જલ સે નલ તક ની યોજના થકી લોકોને આજ સુધી પાણી મળ્યું નથી. નર્મદાની પીવાના પાણી ની લાઈન આગલા વર્ષે થોડોક સમય મળ્યા બાદ આજ દિન સુધી બંધ છે. ડેરા ડુંગરી જતા રસ્તામાં પાઇપલાઇન ભંગાણ થવાથીં ખેતરોમાં પાણી વહી જાય છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ ના આવતા મતદાન કરવા ગણતરીના કલાકો બાકી છે ત્યારે ડેરા ડુંગરી વિસ્તારમાં સરકાર દ્વારા પીવાનું પાણી નહિ મળે ત્યાં સુધી હાલની ચૂંટણી
બહિષ્કારની તેમજ આવનાર તમામ ચૂંટણીઓમાં ભાજપ
સરકારનો વિરોધ કરીશું તેવી ભાજપના જ કાર્યકર સાથે
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.