દાગીના સાથે ચોર ઇસમોને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ - At This Time

દાગીના સાથે ચોર ઇસમોને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ


હિંમતનગર એ ડીવીઝન પોલીસ સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબના કામે મુદ્દામાલ ચાંદીના

દાગીના સાથે ચોર ઇસમોને પકડી પાડતી હિંમતનગર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જીલ્લા ઇસમોને પકડી ગુન્હા બનતા અટકાવવા સારૂં સુચના આપેલ હોય જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.બી.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર એ ડીવી.પો.સ્ટે. હિંમતનગર નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ હોઇ

બાતમી મળેલ કે હિમતનગર મોતીપુરા તુલસી કોમ્પલેક્ષ આગળ બે ઇસમો મો.સા.સાથે ઉભેલ છે અને સદરી બંને ચાંદીના દાગીના વેચવા માટે ફરે છે. જે બાતમી આધારે ડીસ્ટાફના માણસો હકીકત વાળી જગ્યાએ જતા બંને ઇસમો (૧) માયાસિંગ કિરપાલસિંગ સરદાર (૨) કરણસિંગ કીરપાલસીંગ સરદાર રહે.ગોસ્કાર દરવાજા, લાટીની સામે, વડનગર જી.મહેસાણા નાઓ મળી આવતા સદરી બંને પાસેથી આધાર પુરાવા વિનાના ચોરી અગર છળ કપટથી મેળવેલ નીચે જણાવ્યા મુજબના ચાંદીના દાગીના મળી આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે લઇ બંને ઈસમોને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ કલાક ૧૮/૩૦ વાગે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંષનીય કામગીરી કરવામાં આવેલ છે.

abidali bhura reporter


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.