હનુમાન જયંતિ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવના દર્શાનાર્થે પધારતા શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક સમસ્યા નિવારવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું - At This Time

હનુમાન જયંતિ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવના દર્શાનાર્થે પધારતા શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક સમસ્યા નિવારવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું


તા.૨૩/૦૪/૨૦૨૪ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે બરવાળામાં સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શાનાર્થે પધારતા શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે હેતુથી માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) નીચે પોતાને મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી આવતા વાહનો બોટાદ તરફ જવા માટે કેરીયા ઢાળ-લાઠીદડ-જ્યોતીગ્રામ સર્કલ (બોટાદ) તરફ વાહનો પસાર કરવાના રહેશે બોટાદથી અમદાવાદ તરફ જતા વાહનો માટે બોટાદ-રાણપુર મિલેટ્રી રોડથી રાણપુર-ધંધુકા થઈ પસાર થવાનુ રહેશે. બોટાદથી બરવાળા તરફ જતા વાહનો માટે સેથળી-સમઢીયાળા-લાઠીદડ-કેરીયા ઢાળ (SH-117) થઈ પસાર થવાનું રહેશે અમદાવાદ-ધંધુકા-બરવાળા તરફથી તથા ભાવનગર-વલ્લભીપુર તરફથી સાળંગપુર-બોટાદ તરફ જતાં વાહનો માટે બરવાળા-સાળંગપુર T પોઇન્ટથી પ્રવેશ નિષેધ રહેશે. ગુંદા ચોકડીથી ભરવાડવાસ નાકા સુધીના મેઇન રોડ પર વાહન સદંતર બંધ રહેશે, અને આ રોડ પર માત્ર પેદલ ચાલીને જવાનું રહેશે આ જાહેરનામું તા.૨૩/૦૪/૨૦૨૪ના રાત્રીના ક.૦૦/૩૦થી તા.૨૩/૦૪/૨૦૨૪ના ક.૨૪/૦૦ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહીં આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.