શહેરમાં 5 દિવસમાં 40 કેસ, અમેરિકાથી આવેલા 3 વર્ષના બાળકનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો - At This Time

શહેરમાં 5 દિવસમાં 40 કેસ, અમેરિકાથી આવેલા 3 વર્ષના બાળકનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો


ગઇકાલે 3 દર્દીને ડિસ્ચાર્જ અપાયો, કુલ કેસની સંખ્યા 63794 પર પહોંચી

રાજકોટમાં રવિવારે એકસાથે 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. શહેરમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 40 કેસ નોંધાયા છે. ગઇકાલે નોંધાયેલા 10 કેસમાં અમેરિકાથી આવેલા 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63794 પર પહોંચી છે. ગઇકાલે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.