મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ અને ભાજપ પરિવાર દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kfirhdebbcl8lxy6/" left="-10"]

મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ અને ભાજપ પરિવાર દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા ખાતે વંદે માતરમ સેવા સમિતિ અને ભાજપ પરિવાર દ્વારા વેલેન્ટાઇન ડે નહીં પરંતુ શહીદ દિનની ઉજવણી કરવામાં આવેલ

શહેરના આંબેડકર ચોક ખાતે મોન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

      ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન દિવસ સમગ્ર ભારતમાં પાશ્વાત્ય સંસ્કૃતિના ઉત્સવ પાછળ લોકો આંધળી દોટ મૂકી પ્રેમ અને પ્રેમ ના ગીતો ગાવામા આંધળા બની ચૂક્યા છે ત્યારે ૨૦૧૯ માં પુલવાવામા ૪૪ જેટલા ભારતીય જવાનો શહીદ થયાની ઘટના ઘટી હતી ત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચી ગયેલ હતો જેના અનુસંધાને

મેંદરડા આંબેડકર ચોક ખાતે સાંજે છ કલાકે  વંદે માતરમ સેવા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમર,મહેશબાપુ અપારનાથી, પત્રકાર કમલેશ મહેતા,તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ ચાવડા, અશ્વિનભાઈ મહેતા, શ્રવણભાઈ ખેવલાણી,સુરેશભાઈ પાનસુરીયા, મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,પૂર્વે સરપંચ દિનેશભાઈ વેકરીયા,અરવિંદભાઈ હુંમલ,કો.ષા. દિલીપભાઈ સુંદરવા,પરસોત્તમભાઈ ઢેબરીયા,જીતુભાઈ વઘાસિયા પૂર્વ સૈનિક સંજયભાઈ,રજની તેરૈયા ખેડૂતો વેપારીઓ ગ્રામજનો સહિતની ઉપસ્થિતિમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદે માતરમ ભારત માતાકી જય શહીદો અમર રહો વિવિધ નારાઓ લગાવી ખરા અર્થમાં વેલેન્ટાઈન ડે નહીં પરંતુ બ્લેક ડેની ઉજવણી કરવામાં આવી હતી

                લી-ફોટો-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]