સરવે:જસદણ વિસ્તારમા શાળાએ ન જતા બાળકો માટે હાથ ધરાશે માઇક્રો પ્લાનિંગ સાથે સરવે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kfeudf9l8sjk0paz/" left="-10"]

સરવે:જસદણ વિસ્તારમા શાળાએ ન જતા બાળકો માટે હાથ ધરાશે માઇક્રો પ્લાનિંગ સાથે સરવે.


આ સર્વેમાં બીઆરસી કો.ઓર્ડીનેટર બારહાટ રવીદાનભાઈ તેમજ તમામ ક્લસ્ટરના સી.આર.સી કો. ઓર્ડીનેટર તેમજ રાઠોડ મહેશભાઈ( brp) એલિમેન્ટ્રી વાસાણી વિપુલભાઈ સેકન્ડરી BRP શાળા ના આચાર્ય સહિત ટીમ લીડર્સ મેદાનમાં ઉતરશે શાળાના આચાર્ય સહિતના ટીમ લીડર્સ મેદાનમાં ઉતરશે સમગ્ર શિક્ષા અને આરટીઈ 2009 હેઠળ 6 થી 19 વર્ષના તમામ બાળકો ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરે તે જરૂરી છે.જસદણ તાલુકામાં 6 થી 19 વર્ષની વયજૂથના જે બાળકો શિક્ષણથી વંચિત રહેલા, અધ્વચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકોને ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવવા માટે જસદણ તાલુકાના બાળકોના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે બી.આર.સી. કોર્ડીનેટર દ્વારા શાળા વાઈઝ ક્યા શિક્ષક? ક્યા વારે? ક્યાં વિસ્તારમાં જશે તેનું સંપૂર્ણ માઈક્રો પ્લાનિંગ સાથે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ ભરત ભડણિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]