કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો - હર્ષ સંઘવી ગુજરાત પોલીસે ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ, ડ્રગ્સની સામે અભિયાન નહીં, પણ જંગ છેડ્યો છે - At This Time

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો – હર્ષ સંઘવી ગુજરાત પોલીસે ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ, ડ્રગ્સની સામે અભિયાન નહીં, પણ જંગ છેડ્યો છે


કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો - હર્ષ સંઘવી
ગુજરાત પોલીસે ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ, ડ્રગ્સની સામે અભિયાન નહીં, પણ જંગ છેડ્યો છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજ્યાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. આ પ્રસંગે | સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ રૂપી રાવણને સળગવવા માટે ગુજરાત પોલીસ દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ, ડ્રગ્સની સામે અભિયાન નહી પણ જંગ છેડી છે.આજે વિજયા દશમીના પર્વ નિમિતે સુરત પોલીસ હેડકવાર્ટર ખાતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજ્યાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં આટલા વર્ષોમાં સૌથી વધુ ડિટેકશન હમણાં થઇ રહ્યાં છે. ક્રાઈમમાં પણ ખૂબ મોટો ઘટાડો આવ્યો છે, આ ઉપરાંત માનવતાના કામો પણ વધારવામાં આવી રહ્યા છે, હું સુરત અને ગુજરાત પોલીસ આ દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહી છે, તે માટે ખુબ ખુબ અભિનંદન આપું છું.વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ રૂપી રાવણને સળગવવા માટે ગુજરાત પોલીસ દશેરાના મુહૂર્તની રાહ નથી જોઈ. દરરોજ સવાર પડે એટલે ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની જ ધરતી પર નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સ રૂપી રાવણ પકડવાનું કામ કર્યું છે. દેશના ઇતિહાસમાં કોઈ પણ રાજ્ય કરતા છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ડ્રગ્સની સામે અભિયાન નહીં પણ જંગ છેડી છે. આ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે જ સાફ કરીને જ બંધ કરીશું, તેવી હું ખાતરી આપું છું.ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે. કાયદામાંથી કોઈ પણ લોકો બોર્ડરને ઓળંગશો તો જરૂરથી નુકસાન થશે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો તોડનાર દરેક વ્યક્તિને સંપૂર્ણ પણે સજા ન થાય ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.