મશીન આપણા બાપનું જ છે. ભાજપ નેતાના પુત્રએ સત્તાના નશામાં EVM કેપ્ચર કર્યું. - At This Time

મશીન આપણા બાપનું જ છે. ભાજપ નેતાના પુત્રએ સત્તાના નશામાં EVM કેપ્ચર કર્યું.


મશીન આપણા બાપનું જ છે. ભાજપ નેતાના પુત્રએ સત્તાના નશામાં EVM કેપ્ચર કર્યું.

ગઈકાલે ગુજરાતમાં 5 વિધાનસભા સાથે 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આ દરમિયાન દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. તેમણે ચુંટણીની આચારસંહિતાના નિયમોને નેવે મૂકીને સંતરામપુરમાં બુથ પર મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે. આ કૃત્ય બીજા કોઇએ નહિ પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કર્યું છે.

વિજય ભાભોરે બુથ કેપ્ચર કરી લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતું. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. લાઈવ સ્ટ્રીમિંગમાં કહ્યું, “મશીન આપણા બાપનું છે, વિજય ભાભોરની શેખી, મશીન મારા બાપનું” લાઈવ સ્ટ્રીમિંગમાં ભાજપના નેતાના પુત્રમાં સત્તાના નશો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મીડિયાના અહેવાલ બાદ પ્રશાસનની કાર્યવાહી શરૂ થઇ છે. વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

આ મામલે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી આ મામલે રીપોર્ટ મંગાવ્યો હતો. હવે રીપોર્ટના આધારે ચૂંટણીપંચ નિર્ણય કરશે. આ વીડિયોની તપાસ કરવામાં આવશે. જોકે વિવાદ ઉભો થયા બાદ વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયોને હટાવી દીધો છે.
વધુ તપાસ કરવા આજે સંતરામપુર કલેકટર અને મહીસાગર કલેક્ટર શ્રીઓની સમીક્ષા હાથ ધરવામાં આવી છે

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.