'છોટી કાશી'માં શ્રાવણ માસના ત્રીજા સોમવાર તેમજ ૧૫ ઓગસ્ટનો સમન્વય: કાશી વિશ્વનાથ મહાદેવને ત્રિરંગાના શણગાર સજાયા - At This Time

‘છોટી કાશી’માં શ્રાવણ માસના ત્રીજા સોમવાર તેમજ ૧૫ ઓગસ્ટનો સમન્વય: કાશી વિશ્વનાથ મહાદેવને ત્રિરંગાના શણગાર સજાયા


- શહેરના અન્ય નાના-મોટા શિવાલયોમાં પણ ત્રિરંગા સાથેના શ્રીંગાર દર્શનાર્થે ભાવિકો ઉમટ્યાજામનગર,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારછોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે પણ શિવભક્તોના ઘોડાપુર મહાદેવને નમન કરવા માટે ઉમટી પડ્યા હતા, ત્યારે શ્રાવણ માસના સોમવારની સાથે ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને લઈને ભગવાન ભોળાનાથને તિરંગાના કલર સાથેના શણગાર કરાયા હતા. જેમાંય ખાસ કરીને જામનગરના પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના શિખર પર ત્રિરંગાના રંગનો સજાવટ કરીને સ્વાતંત્ર પર્વની પણ વિશેષ રૂપે ઉજવણી કરી હતી. મંદિરના શિખર પરનો ત્રિરંગાનો નજારો નિહાળીને ભાવિક વિભોર થયા હતા. કેટલાક શિવભક્તોએ દેવદર્શનની સાથે સાથે ઝળહળતી રોશની તેમજ તિરંગા શિખર સાથેના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનો અલૌકિક નજારો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. શહેરના અનેક શિવાલયમાં ૧૫ ઓગસ્ટના પર્વને અનુલક્ષીને ત્રિરંગા રંગ સાથેના શ્રીંગાર દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો ભાવિકોએ લાભ લીધો હતો. જામનગરમાં ધનબાઈના ડેલા પાસે ચારણફળી મા આવેલા શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા મહાદેવને ત્રિરંગા રંગથી શણગારાયા હતા, સાથો સાથ સમગ્ર મંદિર પરિસરમાં તિરંગા ધ્વજ ચોટાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, અને ગૌરીશંકર મહાદેવ મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં પણ ત્રિરંગા સાથેના શણગાર કરાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.