કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/arvind-kejriwal-offer-a-formula-to-pm-modi-every-poor-can-be-rich/" left="-10"]

કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન


- ભારતે પણ સમૃદ્ધ બનવું હોય તો દરેક વ્યક્તિને સારૂ શિક્ષણ આપવું પડશે - અરવિંદ કેજરીવાલનવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ 2022, મંગળવારદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તે દરેક ગરીબને ધનવાન બનાવવા માંગે છે. સારા શિક્ષણ દ્વારા દેશના 17 કરોડ પરિવારોને ધનવાન બનાવી શકાય છે. આ માટે અરવિંદ કેજરીવાલ મોદી સરકાર સાથે કામ કરવા માટે પણ તૈયાર છે. તેમણે કેન્દ્ર સરકારને ઓફર આપતા કહ્યું હતું કે, તેમની સેવા લેવામાં આવે. અરવિંદ કેજરીવાલે આજે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'હું દરેક ગરીબને ધનવાન બનાવવા માંગુ છું. મને ધનવાનોથી કોઈ વાંધો નથી. ગરીબ માણસ ધનવાન કેવી રીતે બનશે? તમે વિચારો કે એક ગરીબ ખેડૂત છે, મજૂર છે. તે પોતાના બાળકને સરકારી સ્કૂલમાં મોકલે છે. સરકારી સ્કૂલોની હાલત ખૂબ જ ખરાબ છે. તે બાળક ભણશે નહીં તો તે પણ મોટો થઈને નાનું-મોટું કામ જ કરશે, તે ગરીબ જ રહેશે. ધારો કે આપણે શાળા ખૂબ જ સારી કરી નાંખીએ તો એક ગરીબનુ બાળક સારૂ ભણીને ડોક્ટર અથવા એન્જિનિયર બનશે અને પોતાના પરિવારની ગરીબી દૂર કરશે. તેનો પરિવાર પણ ધનવાન બની જશે.'  દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હીની જેમ આખા દેશની શાળાઓ સારી થઈ જશે તો બધાની ગરીબી દૂર થઈ શકે છે. દેશમાં 17 કરોડ બાળકો સરકારી શાળાઓમાં ભણે છે, કેટલીક શાળાઓને બાદ કરતા સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે. તેમના માતા-પિતા પાસે પૈસા ન તેમને સરકારી શાળાઓમાં મોકલે છે. જો આપણે આ શાળાઓને દિલ્હીની જેવી બનાવીને આ બાળકોને સારૂ શિક્ષણ આપીએ તો તેઓ ડોક્ટર, એન્જિનિયર વકીલ બની જશે તો એક એક બાળક પોતાના પરિવારને ધનવાન બનાવી દેશે.અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ જાણે છે કે શાળાઓને કેવી રીતે સારી બનાવી શકાય. તેઓ દેશભરની શાળાઓને સુધારવા માટે મોદી સરકાર સાથે કામ કરવા માટે તૈયાર છે. અમેરિકા એટલા માટે સમૃદ્ધ બન્યું કારણ કે, તે બાળકોને સારૂ શિક્ષણ આપે છે, બ્રિટેન, ડેનમાર્ક પણ સારૂ શિક્ષણ આપતા હોવાથી સમૃદ્ધ છે. ભારતે પણ સમૃદ્ધ બનવું હોય તો દરેક વ્યક્તિને સારૂ શિક્ષણ આપવું પડશે. દરેક શાળાને સારી બનાવવી પડશે. ઘણી બધી સરકારી શાળાઓ ખોલવી પડશે. જેટલા શિક્ષકો કાચા હોય તેમને પાક્કા કરવા પડશે અને નવી ભરતીઓ કરવી પડશે આ સિવાય શિક્ષકોને તાલીમ પણ આપવી પડશે. આખા દેશમાં 5 વર્ષમાં આ કામ થઈ શકે છે. હું કેન્દ્ર સરકારને ઓફર આપું છું કે, અમારી સેવા લો, અમે પણ આ જ દેશના છીએ. આપણે બધા 130 કરોડ લોકો મળીને દેશભરમાં શાળાઓને વ્યવસ્થિત કરીશું. તેને ફ્રી કહેવાનું પણ બંધ કરી દો, પોતાના બાળકોને સારૂ શિક્ષણ આપવા માટે ઓછી રોટલી ખાવા માટે પણ દેશ તૈયાર છે.5 લાખનો વીમો ઉતારવાથી સારી સારવાર નહી મળે, હોસ્પિટલો ખોલવી પડશેઅરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, શિક્ષણની સાથે સારી સારવારની પણ વ્યવસ્થા કરવી પડશે. માત્ર 5 લાખનો વીમો ઉતરાવીને કહેવું કે, સારવાર કરાવી લો તે યોગ્ય બાબત નથી. આપણે તેમની સારવાર માટે સારી વ્યવસ્થા આપવી પડશે. સરકારી હોસ્પિટલોને વ્યવસ્થિત કરવી પડશે. માત્ર પૈસાનો વીમો ઉતરાવવાથી આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી. આપણે 130 કરોડ લોકોની સારવારની વ્યવસ્થા પણ કરવી પડશે. તેમણે કહ્યું હતું કે, એકવાર ફરીથી કેન્દ્ર સરકારને અમારી સેવાનો ઉપયોગ કરવાની ઓફર આપીએ છીએ. અમે સાથે મળીને દેશમાં આ સિસ્ટમને સુધારીશું. મારી એક અપીલ છે કે, શિક્ષણ અને સારવારની વ્યવસ્થાને મફત અને રેવડી કલ્ચર કહેવાનું બંધ થવું જોઈએ.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]