લગ્નોની સિઝનમાં બાળલગ્નનું દૂષણ વકર્યું - At This Time

લગ્નોની સિઝનમાં બાળલગ્નનું દૂષણ વકર્યું


સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ૧૫ બાળલગ્ન અટકાવ્યાનો દાવો. બાળ સુરક્ષા વિભાગની સતર્કતાથી સગીર બાળાઓ બાલિકાવધુ થતાં બચી ગઈ. સાબરકાંઠા બાળ સુરક્ષા અધિકારી સુરેશ પાંડોર અને અરવલ્લી બાળ સુરક્ષા અધિકારી ર્ડા.દિલીપસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે લગ્નોની સીઝનમાં ઉપરોક્ત તાલુકાઓમાં બાળ લગ્નો થતાં હોવાની જાણકારી મળી હતી જેથી વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી બંન્ને જિલ્લામાં કુલ ૧૫ બાળલગ્નો થતાં અટકાવવામાં આવ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.