પ્રાંતિજના રાસલોડ ગામે હનુમાન જયંતિની ઉજવણી - At This Time

પ્રાંતિજના રાસલોડ ગામે હનુમાન જયંતિની ઉજવણી


પ્રાંતિજ તાલુકાના રાસલોડ ગામમાં આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મંદિર સંકુલ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું, અને દિવસ દરમિયાન મંદિર સંકુલમાં હવન, રામધૂન, હનુમાન ચાલીસા, લઘુરૂદ્ર, સુંદરકાંડ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયો હતા. આ પ્રસંગે પ્રાંતિજ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ, બરોડા સહિતના શહેરોમાંથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.