ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાનાં કાયાવરોહણ ખાતે આયુષ મેળો યોજાયો - At This Time

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાનાં કાયાવરોહણ ખાતે આયુષ મેળો યોજાયો


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

" આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત સરકાર શ્રી દ્વારા લોકોની સુખાકારી વધે તેને ધ્યાનમાં લઇ આયુષ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ડભોઇ તાલુકાના કાયાવરોહણમા આવેલ લકુલીશ મહાદેવ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ ખાસ ઉપસ્થિત રહયાં હતાં અને આ આયુષ્ય મેળાને તેમના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
આ મેળામાં આયુષને લગતી વિવિધ થીમ ઉભી કરવામાં આવી હતી. જેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો.
આ આયુષ મેળામાં અગ્નિકર્મ, રક્તમોક્ષણ, મર્મ ચિકિત્સા, દંતોત્પટન, પંચકર્મ, ગર્ભ સંસ્કાર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, બાલરોગો, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર જેવા રોગોની નિષ્ણાતો દ્વારા સારવાર અપાશે જેથી લોકોની સુખાકારી માં સહભાગી થશે. આ કેમ્પની અંદર આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરવામાં આવશે અને આ મેળામાં ખાસ આકર્ષણોમાં આયુષ થીમ પર ફુડ સ્ટોલ , આયુર્વેદિક ઔષધિય પીણા અને વાનગીના સ્ટોલ પણ ઉભા કરાયા છે. અને વિવિધ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણીએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં છ જેટલા કેમ્પ યોજવામાં આવશે જેના ભાગરૂપે આજે આ પ્રથમ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી છે. આ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકરો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.