બાળકી સાથે ચેનચાળા કરનાર ઢગાની સરભરા - At This Time

બાળકી સાથે ચેનચાળા કરનાર ઢગાની સરભરા


શહેરમાં વિકૃત માનસિકતા ધરાવતા શખ્સો દ્વારા અવારનવાર મહિલાઓ, બાળકીઓ સાથે શારીરિક છેડછાડના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં 12 વર્ષની બાળકી સાથે ચેનચાળા કરનાર વિકૃત શખ્સની પોલીસે ધરપકડ કરી સરભરા કરી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી સાથે મંછાનગરમાં રહેતા કરણ સુરેશ રામાવત નામના ઢગાએ બીભત્સ ઇશારા કરી શારીરિક છેડછાડ કર્યાની બાળકીની માતાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ છેલ્લા એક મહિનાથી પુત્રીની પજવણી કરતો હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે તાત્કાલિક શોધખોળ કરી કરણ રામાવતને ઝડપી લઇ ધરપકડ કરી હતી અને સરભરા કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.