વાસી ખોરાકથી વકર્યો રોગચાળો, રબડી-આઈસ્ક્રીમનો નાશ - At This Time

વાસી ખોરાકથી વકર્યો રોગચાળો, રબડી-આઈસ્ક્રીમનો નાશ


ગોલા અને આઈસક્રીમના ધંધાર્થી અને ફૂડ કોર્ટમાંથી વાસી રબડી, લોટ, કેન્ડીનો નાશ કરાયો, હજુ ચેકિંગ કડક બનાવાશે

સપ્તાહમાં​​​​​​​ જ ટાઈફોઈડના 3 નવા દર્દી ઉમેરાયા, છૂટાછવાયા કેસ હોવાનો મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનો દાવો

રાજકોટ શહેરમાં એક જ સપ્તાહમાં ટાઈફોઈડના 3 કેસ મનપાના ચોપડે નોંધાયા છે. શહેરમાં હજુ અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલો આંક તેના કરતા પણ વધારે છે. ટાઈફોઈડ એ પાણીજન્ય રોગ છે અને જો તેનો ફેલાવો થાય તો એક જ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે. હાલ જે કેસ આવ્યા છે તે છૂટાછવાયા હોવાનો દાવો કરાયો છે. જોકે અચાનક જ ઠંડા પીણા, ગોલા અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરીને ધડાધડ વાસી પદાર્થોનો નાશ કરાતા સ્પષ્ટ કરે છે કે રોગચાળો વધે તેવી ભીતિ છે. ટાઈફોઈડ એ પાણીમાં થતા બેક્ટેરિયાથી થતો રોગ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.