મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું - ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jzhsn4r4iiftbe8a/" left="-10"]

મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું ———- ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી


મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં લઈ જાહેરનામું
----------
ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી "નો પાર્કીંગ ઝોન'
----------

ગીર સોમનાથ તા.૦૧: આગામી તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ "મહાશિવરાત્રી" પર્વના કારણે શ્રી સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની મોટી ભીડ રહેતી હોય છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવા હેતુસર ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ મુકામે સફારી બાયપાસ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેલેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકી માણસો દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ સદભાવના ગ્રાઉન્ડ તરફ જવાના સિમેન્ટ રોડ ઉપર થઈ સફારી સર્કલ તરફ બહાર નિકળશે તે મુજબ રસ્તો એકમાર્ગીય કરવા તેમજ ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધી "નો પાર્કીંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૦૩/૦૩/૨૦૨૪ના કલાક ૦૦:૦૦ થી તા.૦૯/૦૩/૨૦૨૪ના કલાક ૦૮:૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ ફરજ ઉપરના સરકારી વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]