ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0fhvi1utkr1jqfbs/" left="-10"]

ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ


ઈણાજ મોડેલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ માટે યોજાયો નાણાકિય સાક્ષરતા કેમ્પ
----------
વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન, બચત ખાતું, નાણાકિય ફ્રોડ અને
સરકારની વિવિધ યોજનાઓ અંગે અપાયું માર્ગદર્શન
----------
ગીર સોમનાથ તા.૦૧: વેરાવળ તાલુકાના ઇણાજ ખાતેની મોડેલ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ માટે નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને બેંકની કાર્યપદ્ધતિ વિશે સમજૂતી તેમજ બેંકમાં કેવી રીતે ખાતું ખોલાવવું? બેન્કની વિવિધ બચત યોજના તેમજ સરકારની વિવિધ યોજના અને નાણાંકિય ફ્રોડ અંગે સાવધાની જેવા અનેક મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઈણાજ મોડેલ સ્કુલના પ્રિન્સિપાલ શ્રી અલ્પાબેનના માર્ગદર્શન હેઠળ હાઇસ્કુલમાં એફ.એલ.સી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એફ.એલ.સી જગદીશ પરમારે વિદ્યાર્થીઓને આર.બી.આઈ.ના વિવિધ નિયમો તેમજ બેંકની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી.
શ્રી જગદિશ પરમારે ફાઈનાન્શિયલ સ્માર્ટ બનવાનો સંદેશો આપી વિદ્યાર્થીઓને ખાતું કેમ ખોલાવવું? બચત અંગે સમજ, બેન્કના ખાતામાં વારસદાર રાખવા જેવી નાણાંકિય બાબતોને લગતી સમજૂતી આપી હતી અને વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે બેન્કમાંથી એજ્યુકેશન લોન તેમજ સરકારની વિવિધ નાણાંકિય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કેમ્પ અંતર્ગત વિદ્યાર્થીઓને ફિશિંગ લિંક્સ, ફેક કોલ્સ, સ્વિપ સ્કેમ, ક્યૂ આર કોડથી થતી છેતરપિંડી તેમજ લોટરીના લોભામણા મેસેજથી બચવા અને આ પ્રકારના સંદેશાઓથી સાવચેતી રાખવા માટે જણાવાયું હતું.
૦૦ ૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]