ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી સોનગઢ પોલીસ ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jriia8iaekwm667g/" left="-10"]

ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી સોનગઢ પોલીસ ટીમ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેકન્જ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.સ્વીન્દ્ર પટેલ સાહેબનાઓએ
પ્રોહિ.જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય,જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર બારૈયા સાહેબ,પાલિતાના
ડિવિજન તથા સર્કલ પો.ઇન્સ. જે.આર. ભાચકન સાહેબના માર્ગદર્શન હેઠળ સોનગઢ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર કેસો શોધી કાઢવા સુચના
આપવામાં આવેલ.
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા પોલીસ સ્ટાફના માણસો
પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડકોન્સ. શકિતસિંહ ગોહિલનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે માલવણ ગામની વાજડ સીમ તરીકે ઓળખાતી
સીમમા સરોડ ગામના જુના રસ્તે ક્રીપાલસિંહ ઉર્ફ મફતસિંહ રમજુભા ગોહિલ રહે- માલવણ ગામ તા-શિહોરવાળાએ પોતાની કબ્જા ભોગવટાની
વાડીએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલ છે તેવી બાતમી હકીકત મળતા જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે
મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર મુદામાલ મળી આવતા સોનગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૭/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ
૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
કબ્જે કરેલ મુદામાલ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની ROYAL CHALLENGE ફાઇન રીજવૅ વ્હીસ્કી રાઇસ એન્ડ સ્મુથરની બોટલ નંગ- ૪૬
કિ.રૂ. ૨૩,૯૨૦/-
(૨)
ભારતીય બનાવટના વિદેશી દારૂ ALL SEASONS ગોલ્ડન કલેક્શન રીજર્વ વ્હીસ્કીની બોટલ નંગ-૨૪ કિ.રૂ.૮,૪૦૦/-
પ્રોહી મુદામાલ કિમંત રૂપિયા- ૩૨,૩૨૦/- (૩) તથા એક મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- કુલ કિ.રૂ. ૩૭,૩૨૦/-
પકડાયેલ આરોપી.-
ક્રીપાલસિંહ ઉર્ફ મતસિંહ રમજુભા ઉર્ફ બનુભા ગોહિલજાતે-દરબાર ઉવ-૨૧ ધંધો-ખેતી રહે-માલવણ ગામ તા-સિહોર જી-
ભાવનગર
પકડવાના બાકી આરોપી- મહેંદ્રસિંહ ઉર્ફે ભોલુભા ઉર્ફ લંગડી ગોહિલ રહે-મોટા ઉંબરડા ગામ
જી-બોટાદ
કામગીરી કરનાર સોનગઢ પો.સ્ટે.ટીમ.:- પો.સબ.ઇન્સ.શ્રી વી.વી. ધ્રાંગુ સા. તથા હેડકોન્સ. જનકસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ,
જયેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ. તરૂણભાઇ પ્રબતાણી, મહેશગીરી ગૌસ્વામી, અશોકભાઇ કળોતરા, પ્રવિણભાઇ મારૂ ડ્રા.પો.કોન્સ. શકિતસિંહ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]