માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન


માળીયા હાટીના પોલીસ લાઇન માં નવરાત્રી નું આયોજન ખૂબ સરહનીય માટે છે,તેમજ પોલીસ ને દરેક તહેવાર ફરજ માં જાય એટલે પરિવાર ને તહેવાર એકલા કરવાના, જો પોલીસ લાઇન માં ગરબા નું આયોજન હોય ત્યારે પરિવાર સાથે એક તહેવાર ની ઉજવણી થાય.

માળીયા હાટીના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષિત અને સલામત માહોલમાં મહિલા-યુવતિઓ ગરબા રમી શકે તે માટે ખાસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે. બાળકીઓ અને યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા આ વર્ષે પણ માળીયા હાટીના પોલીસ લાઇનના વિશાળ મેદાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી પોલીસ પરિવારની સાથે અન્ય બહેનો, દીકરીઓ પણ પોલીસ લાઇન ખાતે આવી મુક્ત અને સુરક્ષા,સલામતી સાથે ગરબાની રમઝટ માણી શકે.

આ તકે માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે.ચાવડા એ બહેનો, દીકરીઓ માટે માતાજીની આરાધના અને ગરબા લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.