મહિસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

મહિસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું


મહિસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મહિસાગર જીલ્લામાં તેમજ લુણાવાડા ગ્રામ્ય તેમજ ટાઉનમા દારુ બંધીનો કડક અમલ કરવામા આવે તેવી માગણી સાથે જીલ્લા પોલીસ અધિક્ષક મહિસાગર તેમજ મહિસાગર જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે અને દારૂના વ્યશનથી વહેલા મૃત્યુ થાય છે. હમણાં જ અમે લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામ નજીક પરમપુર ગામની મુલાકાતે ગયા હતા ત્યાં દારૂના વ્યશની એક ભાઈનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ અમે તે ગામની વિગત જોતા ત્યાં બેરોકટોક દારૂ વેચાય છે તેમ જાણ્યું, જે ખુબજ દુઃખદ છે. તેથી આ બાબતની ગંભીરતા સમજી આજે જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લાના વડા એવા કલેકટર શ્રી ને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું.
જેમાં આપ પાર્ટી તરફથી મહિસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી તેમજ ખાનપુર ઉપ પ્રમુખ પૂનમભાઈ પટેલ લુણાવાડા સંગઠણ મંત્રી અખમસિંહ હાજર રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.