અમરેલી જિલ્લાની ૦૯ નગરપાલિકા વિસ્તારના ૫૮૯ આવાસોનું લોકાર્પણ સંપન્ન - At This Time

અમરેલી જિલ્લાની ૦૯ નગરપાલિકા વિસ્તારના ૫૮૯ આવાસોનું લોકાર્પણ સંપન્ન


અમરેલી જિલ્લાની ૦૯ નગરપાલિકા વિસ્તારના ૫૮૯ આવાસોનું લોકાર્પણ સંપન્ન

વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ યોજનાકીય આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યભરમાં રુ.૨,૯૯૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયો હતો. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની ૦૯ નગરપાલિકા વિસ્તારના કુલ ૫૮૯ આવાસોનું લોકાર્પણ થયું હતું.

અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા ખાતે યોજાયેલા સમારોહમાં બગસરા નગરપાલિકાના ૪૧, ચલાલા નગરપાલિકાના ૪૫, અમરેલી નગરપાલિકાના ૧૬, લાઠી નગરપાલિકાના ૩૪, બાબરા નગરપાલિકાના ૧૭, દામનગર નગર પાલિકાના ૨૯, સાવરકુંડલા નગરપાલિકાના ૧૧૦, રાજુલા અને જાફરબાદ નગરપાલિકાના ૨૯૭ આવાસો સહિત શહેરી વિસ્તારના ૫૮૯ આવાસોનું લોકાર્પણ થયું હતું.

અમરેલી ખેડૂત તાલીમ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈફકોના ચેરમેનશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો હતો. ધારી સ્થિત દામાણી હાઈસ્કુલ ખાતે ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, સાવરકુંડલા સ્થિત એપીએમસી ખાતે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, લાઠી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, રાજુલા ખાતે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને પંચાયતના સદસ્યો, વિવિધ હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.