બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન - At This Time

બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન


બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન માટે સેમીનારનું આયોજન

તા.૨૫ મે,૨૦૨૩ ના રોજ બોટાદની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે નિ:શુલ્ક સેમીનાર યોજાશે બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી – બોટાદ દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,બોટાદ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૩ નાં સવારે ૧૦:૩૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમીનારમાં વિષય નિષ્ણાંત દ્વારા વિગતવાર પાસપોર્ટ તેમજ વિઝા બાબતેની સઘળી માહિતી તથા કેરીયર કાઉન્સેલર દ્વારા વ્યવસાયિક / શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર નિ:શુલ્ક છે તથા વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી – સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી એમ.બી.પ્રજાપતિ (સા.), બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.