સુદામા ગ્રુપ ની અનોખી અવરનેસ વિદ્યાર્થી કાળ થી રાષ્ટ્રહિત સર્વોપરી સાયબર ક્રાઈમ ટ્રાફિક વૃક્ષારોપણ સૌ ભણે ફાયર સેફટી ડ્રગ્સ વ્યસન મુક્ત પરિવાર અભિયાન મુહિમ ને બિરદાવતા રાજ્ય ના મુખ્યમંત્રી મંત્રી શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ - At This Time

સુદામા ગ્રુપ ની અનોખી અવરનેસ વિદ્યાર્થી કાળ થી રાષ્ટ્રહિત સર્વોપરી સાયબર ક્રાઈમ ટ્રાફિક વૃક્ષારોપણ સૌ ભણે ફાયર સેફટી ડ્રગ્સ વ્યસન મુક્ત પરિવાર અભિયાન મુહિમ ને બિરદાવતા રાજ્ય ના મુખ્યમંત્રી મંત્રી શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ


સુદામા ગ્રુપ ની અનોખી અવરનેસ વિદ્યાર્થી કાળ થી રાષ્ટ્રહિત સર્વોપરી
સાયબર ક્રાઈમ ટ્રાફિક વૃક્ષારોપણ સૌ ભણે ફાયર સેફટી ડ્રગ્સ વ્યસન મુક્ત પરિવાર અભિયાન મુહિમ ને બિરદાવતા
રાજ્ય ના મુખ્યમંત્રી મંત્રી શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ

સુરત સ્થિત સુદામા ગુપ દ્વારા અનોખા જાગૃતિ અભિયાન ને બિરદાવતા ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી એવમ વિવિધ વિભાગો ના મંત્રી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ ગરવી ગુજરાતના આવતા ભવિષ્ય સમા વિદ્યાર્થીઓને લોકજાગૃતિ આધારિત વિવિધ થીમ પર ફુલસ્કેપ નોટબુક (કવર પેઈજ) દ્વારા લોક જાગૃતિ “રાષ્ટ્રહીત સર્વોપરી" ના શુભ સંકલ્પ સાથે આજના વિદ્યાર્થીઓ અને આવતી કાલના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ ગુજરાત સરકારનાં સાંપ્રત પ્રકલ્પો, કાર્ય અને ભવ્ય વિરાસત વિશે માહિતીગાર બને અને ગુજરાતનાં યુવાનો ડ્રગ્સના વ્યસની તેમજ સાઈબર ફ્રોડનાં શિકાર બનતા અટકે તે હેતુથી તમામ જુદા જુદા વિષયોને લગતા ૯૬,૦૦૦ નંગ ફુલસ્કેપ નોંટબુકનાં કવરપેજ પર સ્થાન આપેલા છે, જેમ કે (૧) સાઈબર ક્રાઈમ અવરનેસ (૨) ફાયર સેફ્ટી અવરનેસ (૩) ડ્રગ્સ અવરનેસ (૪) ટ્રાફીક રોડ સેફ્ટી અવરનેસ (૫) ઐતિહાસિક પ્રવાસન સ્થળોની માહિતી.આ ફુલસ્કેપ નોટબુક વર્ષ દરમ્યાન વિધાર્થીઓને સતત જાગૃતતા લાવવામાં મદદરૂપ બનશે, જેથી ઉપરોકત તમામ પ્રવૃત્તિઓની વાલી અને વિધાર્થીઓના માનસ પટ પર દિર્ઘકાલિન હકારાત્મક અસર પડે અને આજનો વિદ્યાર્થી આવતી કાલનો આદર્શ નાગરિક બની ભારત (ગુજરાત) ના ભવ્ય વારસા પ્રત્યે આત્મ ગૌરવ અનુભવે તેવા શુભ સંકલ્પો સાથે આ ફુલસ્કેપ નોટબુકનું સમાજમાં રાહત દરે વિતરણ કરવામાં આવે છે ગરવી ગુજરાતનાં ભવિષ્યસમાં આજનાં વિધાર્થીઓને જાગૃત કરવા અમારા આ નાનકડા
પ્રયાસ ની ખૂબ સરાહના કરતા ગાંધીનગર મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ મંત્રી હર્ષ સંધવી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા કેબિનેટ મંત્રી મુળુભાઈ બૈરા ધારાસભ્ય સાવરકુંડલા મહેશભાઈ કસવાળા ગાંધીનગર ખાતે તેમજ દામનગર સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના મંત્રી નટુભાઈ ભાતિયા સહિત અસંખ્ય અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ આ મુહિમ ને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી સુરત સ્થિતિ અનેક વિધ રચનાત્મક પ્રવૃત્તિ માટે જાણીતી સંસ્થા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ના રોનકભાઈ ગેલાણી વિજયભાઈ માંગુકિયા સહિત ની ટીમ દ્વારા અનોખી અવરનેસ ની બિરદાવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.