JEE એડવાન્સ પરીક્ષાના પેપરો એકંદરે અઘરાઃકટઓફ નીચો જશે - At This Time

JEE એડવાન્સ પરીક્ષાના પેપરો એકંદરે અઘરાઃકટઓફ નીચો જશે


અમદાવાદ, વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા આજે ેશભરમાં લેવાઈ હતી.જેમાં
બંને પેપરો એકંરે અઘરા રહ્યા હતા અને બીજીબાજુ ગત વર્ષ કરતા આ વર્ષે પરીક્ષા
આપનારા વિદ્યાર્થીઓ વધ્યા છે.જેઈઈ મેઈન
પરીક્ષામાં કટ ઓફ મુજબ એડવાન્સ માટે ક્વોલિફાઈ થનારા ૨.૬ લાખ જેટલા
વિદ્યાર્થીઓમાંથી આ વર્ષે ૧.૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.ગુજરાતમાંથી ૧૦
હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાનો અંદાજ છે.ગત વર્ષ કરતા ચારથીપાંચ ટકા
વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા છે.આજે બે સેશનમાં પરીક્ષા લેવાઈ હતી.સવારે ૯થી૧૨ અને
બપોરે ૨ઃ૩૦થી ૫ઃ૩૦ દરમિયાન કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાઈ હતી.દર વર્ષે પેપર પેટર્ન
જુદી હોય છે. બંને પેપરમાં ૫૪-૫૪ પ્રશ્નો પુછાયા હતા. જેમાં ફીઝિક્સ ,કેમિસ્ટ્રી
અને મેથ્સ એમ ત્રણેય વિષયના ૧૮-૧૮ પ્રશ્નો પુછાયા હતા. વિદ્યાર્થીઓ અને
એક્સપર્ટસના મતે મેથ્સ સેકશનના પ્રશ્નો ખૂબ જ અઘરા અને અટપટા હતા.

સ્કોલર 
વિદ્યાર્થીઓને ગત વર્ષ કરતા પેપર એકંદરે સરળ લાગ્યુ હતું પરંતુ મોટા ભાગના એવરેજ
વિદ્યાર્થીઓને પેપર અઘરુ લાગ્યુ હતું.બંને પેપરો એકંદરે થોડા અઘરા રહ્યા હતા.ફીઝિક્સના
પ્રશ્નો ઈઝી ટુ મોડરેટ રહ્યા હતા જ્યારે કેમિસ્ટ્રીના પ્રશ્નો એકંદરે સહેલા હતા.બંને
પેપરો અઘરા રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર નીરશા દેખાતી હતી.જો કે આ વર્ષે વિદ્યાર્થી
વધવા સાથે પેપરો પણ અઘરા રહેતા એક્સપર્ટસના મતે આઈઆઈટી પ્રવેશ માટેનો કટ ઓફ સ્કોર નીચો
જઈ શકે છે.દર વર્ષે જુદી જુદી આઈઆઈટી દ્વારા પરીક્ષા ગોઠવવામા આવે છે આ વર્ષે આઈઆઈટી
મુંબઈ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતમાં અમદાવાદ,આણંદ,
ભાવનગર, રાજકોટ, સુરત,
વલસાડ, ભુજ, ગાંધીનગર અને
વડોદરા સહિતના શહેરોમાં પરીક્ષા લેવાઈ હતી. સુરતના કેટલાક વિદ્યાર્થીઓને અમદાવાદ સેન્ટર
અપાતા ભારે હેરાનગતીનો સામનો કરવો પડયો.વિદ્યાર્થીઓ ભાડુ ખર્ચીને આગલા દિવસથી અમદાવાદ
આવવુ પડયુ હતુ. પરિણામ ૧૧ સપ્ટેમ્બરે જાહેર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.