આ નિયમોની અવગણનાને કારણે ટ્વિન ટાવર તૂટયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/the-twin-towers-were-demolished-due-to-disregard-of-these-rules/" left="-10"]

આ નિયમોની અવગણનાને કારણે ટ્વિન ટાવર તૂટયા


નોઈડા, તા.૨૮નોઈડામાં સુપરટેકના ટ્વિન ટાવરનું ડિમોલિશન ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ઘટનાોમાંથી એક બની ગઈ છે. આ ટ્વિન ટાવર્સ તોડવાની જવાબદારી સંભાળી રહેલીકંપની એડિફિસના બ્લાસ્ટર ચેતન દત્તાએ બંને ટાવરને તોડી પાડવા માટે રિમોટ કંટ્રોલનું બટન દબાવ્યું હતું. તેમણે કહ્યું કે ડિમોલિશન ૧૦૦ ટકા સફળ રહ્યું છે. બંને ઈમારતોને તૂટી પડતાં ૯-૧૨ સેકન્ડનો સમય લાગ્યો. અમે જેવું વિચાર્યું હતું તેવું જ પરિણામ સામે આવ્યું. જોકે, ટાવર તોડી પાડવા માટે રિમોટનું બટન દબાવતી વખતે તેમને હવે શું થશે તેનો ડર લાગ્યો હતો. અમે પાંચ લોકો ટાવરથી માત્ર ૭૦ મીટર દૂર હતા. બંને ટાવર્સને તોડી પાડવા માટે ત્રણ વખત સાયરન વગાડવાની હતી. સાયરન વગાડવાના અડધા કલાક પહેલાં અમારા પાંચમાંથી કોઈએ એકબીજા સાથે કોઈ વાત કરી નહોતી. અમે માત્ર એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતા. વિસ્ફોટના એક દિવસ પહેલાં આખી રાત તેઓ ઊંઘી શક્યા નહોતા.દરમિયાન નોઈડામાં સેક્ટર ૯૩-એમાં સુપર ટેક કંપનીએ એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીના પરિસરમાં એપેક્સ અને સિયાન નામના ટ્વીન ટાવર બનાવવા નેશનલ બિલ્ડિંગ કોડના નિયમની અવગણના કરીને મંજૂરી અપાઈ હતી. આ સિવાય બંને ટાવર વચ્ચેનું અંતર ૧૬ મીટરના બદલે માત્ર ૯ મીટર રખાયું હતું. વધુમાં એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં ગ્રીન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાના હતા ત્યાં ટ્વિન ટાવર બનાવવામાં આવ્યા હતા. પરિણામે આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં તડકો આવવાનું બંધ થઈ ગયું હતું. આ નિયમોના ભંગના કારણે અલ્હાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે ટ્વિન ટાવર્સ તોડી પાડવા આદેશ આપ્યો હતો.નોઈડામાં એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં ૧૫ રહેણઆંક ટાવર છે. ટ્વિન ટાવરને તોડતા પહેલાં આ સોસાયટીની એક વિશેષ ટૂકડીએ એક મહિના પહેલાથી ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવેલી યોજના હેઠળ સોસાયટીના બધા જ લોકોને શુક્રવારથી જ બહાર કાઢવાનું શરૂ કરાયું હતું. યોજના મુજબ રવિવારે ૭.૦૦ વાગ્યા પહેલાં બધાએ તેમના મકાનો ખાલી કરી દેવાના હતા. આ માટે સોસાયટીની વિશેષ ટીમે પુષ્ટીકરણની બેવડી પ્રક્રિયા અપનાવી હતી. આ પ્રક્રિયાના અમલ વખતે એક સુરક્ષા ગાર્ડના ધ્યાનમાં આવ્યું હતું કે, હજુ એક વ્યક્તિ ટાવરની અંદર જ છે.સુરક્ષા ગાર્ડે વિશેષ ટૂકડીને કહ્યું કે એક ટાવરમાં એક વ્યક્તિ હજુ પણ અંદર છે. આ વ્યક્તિ ટાવરમાંથી નિકળવાનો સમય ભૂલી જતાં સૂઈ ગઈ હતી. આ વાત ધ્યાનમાં આવતા દોડાદોડી થઈ ગઈ હતી અને સુરક્ષા ગાર્ડે તેને જગાડી અને બહાર લઈ આવ્યા હતા.ટ્વિન ટાવર તોડી પડાતા ટ્વિટર પર મીમ્સનું પૂરનોઈડામાં સ્થિત સુપરટેકના ટ્વિન ટાવર તોડી પાડવામાં આવતા ટ્વિટર પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. દેશમાં પહેલી વખત ૧૦૦ મીટર ઊંચી ઈમારતોને તોડવામાં આવતી હોવાથી સોશિયલ મીડિયામાં તેની ચર્ચાઓ થઈ રહી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ અનેક પ્રકારના રસપ્રદ મીમ શૅર કર્યા હતા. કોઈએ લખ્યું કે પરિવાર સાથે ભ્રષ્ટાચારની ઈમારતોનો ઈતિહાસ જોવા આવ્યો છું. તો કોઈએ પંચાયતનો સીન મૂકીને એન્જિનિયર્સને સંબોધી લખ્યું, 'ભરોસો રાખો, અમે જૂના ખેલાડી છીએ.' આ સિવાય પણ અનેક લોકોએ જાત-જાતના મીમ્સ શૅર કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]