કલમ 370 નાબૂદ કર્યાના 3 વર્ષ બાદ પણ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ યથાવતઃ 174 સૈનિક શહીદ, 124 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jammu-and-kashmir-terror-incidents-after-3-years-of-abrogation-article-370/" left="-10"]

કલમ 370 નાબૂદ કર્યાના 3 વર્ષ બાદ પણ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ યથાવતઃ 174 સૈનિક શહીદ, 124 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો


- J&K પોલીસે કલમ 370ની નાબૂદી બાદના 3 વર્ષની ઘટનાઓની સરખામણી કરીને માહિતી આપીનવી દિલ્હી, તા. 5 ઓગસ્ટ 2022, શુક્રવારજમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ થયાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની ઘટનામાં કોઈ પણ નાગરિક કે જવાનનું મોત થયુ નથી. આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકોના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.જમ્મુ-કાશ્મીર પોલીસે કલમ 370 નાબૂદ થયા પહેલા અને પછીના 3 વર્ષની ઘટનાઓની સરખામણી કરીને માહિતી આપી છે કે, કાશ્મીર ઝોનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. પોલીસે આ કેસોની 6 કેટેગરીમાં વહેંચણી કરી છે.આ માહિતી પ્રમાણે, 5 ઓગસ્ટ 2016થી 4 ઓગસ્ટ 2019 વચ્ચે કાયદા અને વ્યવસ્થાની 3,686 ઘટનાઓ બની હતી. તેની સામે 5 ઓગસ્ટ 2019થી 4 ઓગસ્ટ 2022ની વચ્ચે માત્ર 438 ઘટનાઓ બની હતી. આ સિવાય કાયદા અને વ્યવ્સ્થાની ઘટનાઓમાં કલમ 370 નાબૂદ કર્યાના 3 વર્ષ પહેલા 124 નાગરિકોની મોત થઈ હતી. સ્પેશિયલ સ્ટેટસ હટાવ્યા બાદ આ આંકડો શૂન્ય થઈ ગયો છે. આ સિવાય આવી ઘટનાઓમાં 6 જવાન પણ શહીદ થયા હતા પરંતુ 2019 બાદ કોઈ જવાનની મોત થઈ નથી. કલમ 370ની નાબૂદી પહેલા 290 જવાન શહીદકાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વાત કરીએ તો 5 ઓગસ્ટ 2016થી 4 ઓગસ્ટ 2019 વચ્ચે 930 ઘટનાઓ બની હતી. આ ઘટનાઓ કલમ 370 હટાવ્યા બાદ ઘટીને 617 થઈ ગઈ છે. કલમ 370ની નાબૂદી પહેલા આતંકવાદી ઘટનાઓમાં 290 જવાન શહીદ થયા હતા અને 191 નાગરિકો માર્યા ગયા હતા. કલમ 370 હટાવ્યાના 3 વર્ષ બાદ 174 જવાન શહીદ થયા હતા અને 110 લોકો માર્યા ગયા હતા. વર્ષગાંઠના એક દિવસ પહેલા આતંકવાદીઓએ હુમલો કર્યોજમ્મૂ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370ને નાબૂદ કરવાની વર્ષગાંઠના એક દિવસ પહેલા આતંકવાદીઓએ પુલવામાં  હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ બિન-કાશ્મીરી મજૂરો ઉપર ગ્રેનેટ ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક શ્રમિકની મોત નીપજ્યુ હતુ અને અન્ય 2 ઘાયલ થયા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતીકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો હતો. વિપક્ષી પાર્ટીઓ કલમ 370 નાબૂદ કર્યાનો સતત વિરોધ કરી રહી છે. પ્રાદેશિક પાર્ટી પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સતત કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી રહી છે. પીડીપીના વડા મહબૂબા મુફ્તી સતત કહી રહ્યા છે કે, કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં સ્થિતિ વણસી છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાહનું કહેવુ છે કે, BJPએ કલમ 370 નાબૂદ કરીને ભારતના ભાગલા પાડવાનું કામ કર્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]