સિહોર ભારતીય જનતા પાર્ટીના આગેવાન નાનુભાઈ ડાખરા ની પ્રાંત અધિકારી ને રજુઆત શિહોર શહેર તથા તાલુકાના ખૂબ જરૂરી વપ્રશ્નોના ઉકેલ આવે તે અંગે નાનુભાઈ ડાખરા ની પ્રાંત અધિકારી ને રજુઆત . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jahvony2oekltbhs/" left="-10"]

સિહોર ભારતીય જનતા પાર્ટીના આગેવાન નાનુભાઈ ડાખરા ની પ્રાંત અધિકારી ને રજુઆત શિહોર શહેર તથા તાલુકાના ખૂબ જરૂરી વપ્રશ્નોના ઉકેલ આવે તે અંગે નાનુભાઈ ડાખરા ની પ્રાંત અધિકારી ને રજુઆત .


. શિહોર શહેરમાં છેલ્લા થોડા વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે નવી પાણીની લાઈન અને ખૂબ મોટા ખર્ચ સાથે ગટર લાઈન નું કામ કરાયેલ છે છતાં શિહોર શહેરમાં સમયસર પાણી આપી શકાતું નથી ઉપરાંત લગભગ રોજ પાણીની પાઈપ લાઈન તૂટવાથી ગામમાં પાણીનો ભયંકર બગાડ થાય છે આ માટે ચોક્કસ અધિકારી કર્મચારીઓ ને કામ સોંપી સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે અને આવું જ ગટર લાઈનનું છે જે તૂટવાથી શહેરને ચોખ્ખું રાખવાની પ્રક્રિયા ખોરંભે ચડી જાય છે આ બંને બાબત ધ્યાને લેવી જરૂરી છે.
શિહોર ના જૂના શહેર તથા ટાણા ચોકડી થી લઈ દાદાની વાવ સુધી રોડ ઉપરની બંને બાજુ લારી ગલ્લા કે તેમને ત્યાં થતી ભીડ અને આડેધડ પાર્કિંગ કરાતા વાહનોથી રસ્તે ચાલતા લોકો અને પસાર થતા વાહનોને ભયંકર હાલાકી ભોગવવી પડે છે અગાઉ દબાણો હટાવવાની કામગીરી થઈ હતી પરંતુ પાછુ હતું એમ જ થઈ ગયું છે આપણે કોઈ રોજી રોટી રળે તેના વિરોધી નથી પણ એમના લીધે કોઈ અકસ્માતો થાય કે રોજિંદી હાલાકી થાય તે પણ વ્યાજબી નથી માટે આ પ્રશ્ને યોગ્ય નિરાકરણ આવે તે જરૂરી છે.
શિહોરમાં ગૌતમેશ્વર થી પસાર થઈ શિહોર બહાર જતી ગૌતમી નદીની અંદર ખૂબ ગંદકી ફેલાય છે તથા નદીના વહેણ ને જ્યાં ત્યાં દબાણ થઈ રોકાયું પણ છે તે દૂર થાય અને સૌની સમજણપૂર્વક સૌના સાથથી આ નદી રમણીય બને તે જરૂરી છે.
શિહોર થી ટાણા જતા રસ્તા માં લીલાપોર પાસે બનેલો rcc રસ્તો માત્ર એક વર્ષમાં હતો ના હતો થઈ ગયો છે તેની તપાસ અથવા ગેરંટી મુજબનું કામ લેવું જરુરી છે. શિહોર થી રામપરા થઈ મઢડા જતો રસ્તો તદ્દન તૂટી ગયો છે જ્યાંથી પાલિતાણા ને જોડતા ઘણા ગામના લોકો તથા રામપરા માતાજી મંદિરે ખૂબ લોકો પસાર થાય છે આ રસ્તો નવો કરાવવો જરૂરી છે.
શિહોર ના ગૌતામેશ્વર કે સુરકા સોનગઢ, સણોસરા આજુબાજુના અનેક ગામોના તળાવ જે સૌની યોજનામાં ભરાય તો વિસ્તારના ખેડૂતોને તથા લોકોને પણ ખૂબ ફાયદો થઈ શકે જે તળાવો ભરી શકવા ફિજીબિલીટી હોય તેની તપાસ કરાવી વિભાગીય જાણ અને કાર્યવાહી જરૂરી છે
. શિહોર જીઆઇડીસીનો રસ્તો કાયમ તૂટી જાય છે તે તથા જીઆડીસીના પ્રદૂષણ ફેલાવતા યુનીટોની તપાસ ખૂબ જરુરી છે આભાર પ્રશ્નો ખુબ છે અને તત્કાળ બધાનો નિકાલ આવે એ શક્ય પણ નથી પરંતુ ઘણું એવું છે જે આપ હાથ ધરશો તો ઉકેલ આવી જશે અને શિહોર ની પ્રજા આપની આભારી થશે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]