મોરવા હડફ ખાતે શ્રી ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા આયોજીત ભવ્ય સામાજીક સંમેલનમાં સામાજીક ચર્ચા વિચારણા કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dljva9xndnuctk80/" left="-10"]

મોરવા હડફ ખાતે શ્રી ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા આયોજીત ભવ્ય સામાજીક સંમેલનમાં સામાજીક ચર્ચા વિચારણા કરાઈ


મોરવા હડફ,
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે શ્રી ક્ષત્રિય દરબાર સમાજનુ સંમેલન યોજાયુ હતુ.આ સંમેલનમાં સમાજના સામાજીક,આર્થિક ઉત્થાન તેમજ સામાજીક પ્રસંગોમાંથી ખોટા રીતરિવાજો દુર કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. લગ્નના ખોટા ખર્ચાની સામે સમુહ લગ્ન જેવા સમારોહનુ આયોજન કરવામા આવે તેની પર ભાર મુકવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે શ્રી ક્ષત્રિય દરબાર સમાજનુ તાલુકાકક્ષાનુ સંમેલન યોજાયુ હતુ.જેમા મોટી સંખ્યામા મોરવા હડફ તાલુકામાથી મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ,મહિલાઓ યુવાનો ઉપસ્થિત થયા હતા.આ સંમેલનમા સમાજની સુધારણા પર ચર્ચા વિચારણા પર ભાર મુકવામા આવ્યો હતો. અગ્રણીઓ દ્વારા સમાજમા જે ત્રુટીઓ છે તે દુર કરીને સમાજ આધુનિકતા સાથે આગળ વધવા આવાહન કરવા આવ્યુ હતુ.આર્થિક રીતે સમાજ પણ આગળ કેવી રીતે વધે, સમાજમા આવતા કુરિવાજોની વાત કરતા જણાવ્યુ હતુ દેખાદેખીમાથી બહાર આવાની જરુર છે.ખોટા ખર્ચાઓ દુર કરવા જોઈએ. સમાજ માટે વ્યસનો પાયમાલ કરી નાખે છે.વ્યસનોના કારણે કુટુબ પરિવાર બરબાદ થાય છે. તેનાથી દુર રહેવુ જોઈએ અગ્રણીઓ જણાવ્યુ હતુ કે આપણ આજે અહિ નિયમો બનાવા માટે નથી ભેગા થયા.આપણે વિચારવા માટે ભેગા થયા છે જો આપણ સમાજને આગળ લઈ જવા માટે પરિવર્તન કરવા માટે ચિંતન અને મંથન કરવા માટે ભેગા થયા છે. નકારાત્મક બાબતોને ત્યજી દેવી જોઈએ તેમ પણ અગ્રણીઓએ જણાવી હતી. સકારાત્મક વિચારધારાને સ્વીકારવી જોઈએ. નકારાત્મક વિચારધારાને દુર કરવી જોઈએ.અહી જે પણ વિચાર થાય તેને સ્વીકારીને સમાજને સંગઠીત બને તે દિશામા પ્રયત્ન કરવાનો છે. મહિલા અગ્રણીઓ જણાવ્યુ હતુ કે સમાજમા દિકરીઓ ઓછુ ભણે છે. ત્યારે ઘરની જવાબદારીઓ વચ્ચે શિક્ષણ લેતી નથી,ત્યારે દિકરીઓ શિક્ષિત કરવા આવાહન કરાયુ હતુ. સમાજના અગ્રણીઓ,યુવાઓ, મહિલાઓ,યુવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]