પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા માં પાવનકારી વિચરણ તેમજ "સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા"આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી ભાવભર્યુ સ્વાગત - At This Time

પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા માં પાવનકારી વિચરણ તેમજ “સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા”આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી ભાવભર્યુ સ્વાગત


પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ "સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા" કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ શ્રી જિતેન્દ્રિયપ્રિય દાસજી સ્વામીજી મહારાજનું ભક્તિભાવભર્યુ સ્વાગત,

ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળસ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓશ્રી એ અધ્યાત્મસભર પાવનકારી સત્સંગ વિચરણ કરી તથા શ્રી સ્વામિનારાયણ મંદિર નાઈરોબીમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ ૭૧ મા પટોત્સવ ની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી તથા સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા કરી સ્વદેશ ભારત પરત પધાર્યા છે,

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય દાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. ૧૯૯૨ માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૧૨ સંતો અને ૫૨ હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું તે સ્મૃતિને તાજી કરવાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ ની અધ્યક્ષતામાં સંતો મહંતો અને હરિભક્તો સહિત સાઉથ આફ્રિકા સ્મૃતિયાત્રા આયોજન કરાયું હતું જેમાં સાઉથ આફ્રિકાનાં ઝીબાબ્વે, કેપ ટાઉન, જિયોર્જ વગેરે વિવિધ સ્થળોને પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજના પુનિત ચરણારવિંદથી પાવન કરી સ્વદેશ ભારત પધાર્યા છે,

નેરોબી જોમો કેન્યાટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકે થી કેન્યા એરવેઝમાં બિરાજમાન થઇ ભારતમાં મુંબઈ પધારીને ત્યાંથી ગુજરાત રાજયના સરદાર પટેલ હવાઈમથકે ઉતરાણ કર્યું હતું અહીં પૂજનીય સંતો મહંતો અને અગ્રણી હરિભક્તોએ હવાઈ મથકે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી પ્રેમાનંદથી ભક્તિભાવભર્યુ સ્વાગત કર્યું હતું ત્યાંથી મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પધારતાં સદ્ગુરુ સંતોએ જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું તથા પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન રથમાં બિરાજમાન થયા હતા,

વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી. સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા અને પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી, દર્શન, ભેટણ લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.