ભકિત, શકિત અને શ્રદ્ધાનો અનેરો ઉત્સવ એટલે ચૈત્રી પૂનમનો મેળો માતાજીના ધામમાં પગપાળા સંઘોનું આગમન - At This Time

ભકિત, શકિત અને શ્રદ્ધાનો અનેરો ઉત્સવ એટલે ચૈત્રી પૂનમનો મેળો માતાજીના ધામમાં પગપાળા સંઘોનું આગમન


બહુચરાજી ચૈત્રી પૂનમના મેળાનો આજથી પ્રારંભ થશે ત્રિદિવસિય મેળામાં ૧૦ લાખથી વધુ ભાવિકો ઊમટશે. મેળા રસિકો માટે ચકડોળ, મોતના કૂવા, સર્કસ જેવા મનોરંજન સાધનો ગોઠવાયા. શ્રદ્ધાળુઓને કેન્દ્ર સ્થાને રાખીને મંદિર સંકુલમાં વિવિધ સુવિધાઓ તૈનાત રહેશે. ચૈત્રી પુનમના મેળાનો પરંપરાગત રીતે પ્રારંભ થયો છે. મા બહુચરનો ચૈત્રીપૂનમનો મેળો લોકભોગ્ય બને અને વધુમાં વધુ શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે ઉમટી પડે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રવિવારે સાંજે માઈભકતોની હાજરીમાં મેળાનું ઉદઘાટ્ન કરી ખુલ્લો મુકવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.