તલોદ ખાતે મતદાન જાગૃત્તિ રેલી યોજાઇ - At This Time

તલોદ ખાતે મતદાન જાગૃત્તિ રેલી યોજાઇ


તલોદ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ સરકારી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદા થાય તે માટે જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે આજે તાલુકા મથક તલોદ ખાતે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા બગીચા વિસ્તારમાં સિગ્નેચર કેમ્પેઈન કર્યા બાદ ટી.આર.ચોકડી થી માર્કેટયાર્ડ સુધી બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવતા રેલી યોજાઈ હતી.તલોદ યાર્ડ ખાતે ઉપસ્થિત ડીડીઓ મતદાનનું મહત્વ સમજાવી સૌને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે ડીડીઓ, જિ.પ્રા.શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાય,તલોદ તા.પ્રા.શિ.અધિકારી, શિક્ષક ભાઈ-બહેનો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બીઆરસી પિકેશ પટેલે કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.