કેશોદ નજીક આવેલા ખુભડી ગામે ચામુંડા માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન - At This Time

કેશોદ નજીક આવેલા ખુભડી ગામે ચામુંડા માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન


કેશોદ નજીક આવેલા ખુભડી ગામે ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞ,ધ્વજારોહણ,સમુહ પ્રસાદી અને લોકડાયરો યોજાયો

 કેશોદ નજીક આવેલા ખુભડી ગામે જાદવ પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે જે મંદિર નું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું જે પુર્ણ થતાં બે દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુભડી ગામના ભાવિકો ભક્તો અને સૌરાષ્ટ્ર ઉપરાંત બહાર વસતાં જાદવ આહિર પરિવાર દ્વારા અધતન નવનિર્મિત મંદિર ખાતે અગીયાર કુડી યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ સાથે રાખવામાં આવ્યો હતો. કેશોદ નજીક આવેલા ખુભડી ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરે યોજાયેલા બે દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે હેમાદ્રી દેવ આહવાન સ્થાપન શાસ્ત્રોક્ત વિધિ સાથે અગીયાર કુડી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ અને રાત્રે દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અગીયાર કુડી યજ્ઞ નું બીડુ હોમવામાં આવ્યાં બાદ ધ્વજારોહણ કાર્યક્રમ સાથે ધાર્મિક વિધિ સંપન્ન થયો હતો. રાત્રે ભવ્ય લોક ડાયરામાં ગોપાલ સાધુ અને પૂનમ ગોંડલીયા દ્વારા સાજીદાઓ ના સથવારે લોકગીત ભજન દુહા છંદ ની રમઝટ બોલાવવામાં આવી હતી. કેશોદ નજીક આવેલા ખુભડી ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરે યોજાયેલા બે દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો મા રાજકીય આગેવાનો પદાધિકારીઓ સહિત ગ્રામ્ય વિસ્તારના રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જાદવ આહિર પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ પૂરી થયા બાદ સમુહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ નજીક આવેલા ખુભડી ગામે યોજાયેલા બે દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જાદવ આહિર પરિવાર પોતાના ધંધા રોજગાર અર્થે વતનથી દુર વસવાટ કરતાં હોય ત્યારે કુળદેવી ચામુંડા માતાજીના સાનિધ્યમાં યોજાયેલા બે દિવસીય ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો મા એકબીજાને મળતાં ખુશી જોવા મળતી હતી


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.