બોટાદ શહેરી વિસ્તારના નદી વિસ્તારમાં કચરો ફેકી ગંદકી ફેલાવતા એકમોને રૂ.૫૦૦ નો દંડ ફટકારાયો - At This Time

બોટાદ શહેરી વિસ્તારના નદી વિસ્તારમાં કચરો ફેકી ગંદકી ફેલાવતા એકમોને રૂ.૫૦૦ નો દંડ ફટકારાયો


બોટાદ શહેરી વિસ્તારના નદી વિસ્તારમાં કચરો ફેકી ગંદકી ફેલાવતા એકમોને રૂ.૫૦૦ નો દંડ ફટકારાયો

જાહેરમાં ક્ચરો ફેંકીને ગંદકી ફેલાવતા, જાહેર રસ્તા પર ગંદુ પાણી ઢોળીને જાહેર વાતાવરણ દુષિત કરતા ઇસમો સામે કરાશે કેસ બોટાદ શહેરમાં આવેલ મુખ્ય રસ્તાઓની દરરોજ નિયમિત રીતે સફાઈ તથા બોટાદ શહેરના વોર્ડ નં.૧ થી ૧૧ ના વિસ્તારમા સમયાંતરે સફાઈની કામગીરીની સાથોસાથ ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. જે અન્વયે આજરોજ વહીવટદારશ્રી,બોટાદના સફાઈ રાઉન્ડ દરમ્યાન નદી વિસ્તારમાં કચરો ફેકી ગંદકી ફેલાવતા એકમો IDFC Bank, BOI Bank અને Shanti Pales ને રૂ.૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે બોટાદ શહેરી વિસ્તારમાં જાહેરમાં ક્ચરો ફેંકીને ગંદકી ફેલાવવી, જાહેર રસ્તા પર ગંદુ પાણી ઢોળીને જાહેર વાતાવરણ દુષિત કરવું તેમજ જીવજંતુ મચ્છરનો ઉપદ્રવ ઉભો કરતા ઈસમો સામે નગરપાલિકા અધિનિયમ કલમ-૧૯૨ તથા મહે.સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ,બોટાદ સમક્ષ CRPCની કલમ-૧૩૩ અન્વયે ન્યુસન્સ અટકાવવા માટે કેસ દાખલ કરવામાં આવશે,તેમ બોટાદના ચીફ ઓફીસરશ્રી દ્વારા અખબારી યાદી મારફતે જણાવાયું છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.