જસદણના ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય ઊજવણી થશે - At This Time

જસદણના ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય ઊજવણી થશે


જસદણના ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ દરમિયાન ભવ્ય ઊજવણી થશે

જસદણના શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં તા. ૨૯ /૦૭/૨૦૨૨ થી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્‍યાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે મંગળા આરતી, બપોરે મહાપૂજા તથા મહાઆરતી થાય છે. તેમજ દર સોમવારે તેમજ સાતમ, આઠમ અને અમાસનો મેળો ભરાય છે. તથા આખો શ્રાવણ માસ બ્રહ્મચોર્યાશી ભોજન રાખવામાં આવે છે . શ્રાવણ માસ માટે જે બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ કરવાનું હોય તેમણે પોતાના પાસપોર્ટ સાઈઝના બે ફોટા, રેશનકાર્ડની નકલ, જમવાની ડીશ તથા પાગરણ પથારી સાથે લાવવાના રહેશે. જમવા તથા રહેવાની વ્‍યવસ્‍થા મંદિર તરફથી કરવામાં આવશે . તેમજ બહેનોએ શ્રાવણ માસ દરમ્‍યાન પૂજારી તરીકે રાત્રી રોકાણ કરવા પર પ્રતિબંધ છે . જેની નોંધ લેવી. શ્રાવણ માસ માટેના સ્‍ટોલ માટે પ્‍લોટ તથા આનંદ મેળા માટે તથા પાર્કિંગ માટે જાહેર હરરાજી શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે તા . ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ ૧૦-૦૦ કલાકે શ્રી ઘેલા સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા રાખવામાં આવેલ છે . તો રસ ધરાવનારએ જાહેર હરરાજીમાં ભાગ લેવા હાજર રહેવા સભ્‍ય સચિવ શ્રી ઘેલાસોમનાથ મંદિર ટ્રસ્‍ટ અને મામલતદારશ્રી જસદણની યાદી જણાવે છે.

હરિ હીરપરા જસદણ
મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.