એક વર્ષ અગાઉ પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માંગતા,મારી નાંખવાની ધમકી આપી, ફરાર થઇ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં લાલાવાવ હનુમાનજીના મંદિર પાસેથી પકડી પાડતી અમરેલી LCB - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tre3idzsxnvldn4x/" left="-10"]

એક વર્ષ અગાઉ પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માંગતા,મારી નાંખવાની ધમકી આપી, ફરાર થઇ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં લાલાવાવ હનુમાનજીના મંદિર પાસેથી પકડી પાડતી અમરેલી LCB


તા.20-07-2022

એક વર્ષ અગાઉ પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માંગતા પેટ્રોલપંપના માલિકે કરેલ ફરિયાદનું મનદુઃખ રાખી, પેટ્રોલપંપ બંધ કરાવવા ગાળો અને મારી નાંખવાની ધમકી આપી, ફરાર થઇ ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં લાલાવાવ હનુમાનજીના મંદિર પાસેથી પકડી પાડતી અમરેલી LCB

ગુન્હાની હકીકત

એક વર્ષ પહેલા અમરેલીમાં લાઠી રોડ ઉપર આવેલ ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિક પાસે રૂ.દસ લાખની ખંડણી માંગી, ધમકી ભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડીયો ક્લીપ VTV ન્યુઝ ચેનલ તથા સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી. જે અનુસંધાને પેટ્રોલપંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયાએ ફરિયાદ આપતા આરોપી છત્રપાલ વાળા વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૬૩૦/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો. જે ગુનો કરી ફરાર થઇ ગયેલ આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવેલ હતો
અગાઉ થયેલ ફરિયાદનું મનદુઃખ રાખી, છત્રપાલ વાળા ગઇ કાલ તા.૧૮/૦૭/૨૦૨૨ ના રાત્રે ફરીથી ગુરૂદત્ત પેટ્રોલપંપ પર ગયેલ અને પેટ્રોલપંપ બંધ કરવાનું કહી ગાળો આપેલ અને પેટ્રોલપંપ બંધ નહિં કરો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયેલ. આ અંગે પેટ્રોલપંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયાએ ફરિયાદ આપતા આરોપી છત્રપાલ વાળા વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૬૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ગુનો કરી ફરાર થઇ ગયેલ આરોપીને આજરોજ તા.૧૯/૦૭/૨૦૧૨ ના રોજ અમરેલી-લાઠી બાયપાસ ચોકડી નજીક આવેલ લાલાવાવ હનુમાનજીના મંદિર પાસેથી પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગત

છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળા, ઉં.વ.૩૩, રહે.અમરેલી, સત્યનારાયણ સોસાયટી, હનુમાનપરા રોડ, તા.જિ.અમરેલી.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલ આરોપી છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળા વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં અમરેલી જિલ્લામાં નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.

(૧) અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૧૦૬૩૦/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૮૪, ૩૮૭,૫૦૪, ૫૦૬(૨) મુજબ

(૨) અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૪૮૦/ ૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.

(૩) રાજુલા પો.સ્ટે.બી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૦૧૫૧૫/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪, ૧૩૪ મુજબ.

(૪) રાજુલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૨, ૪૨૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ.

(૫) અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૪૮ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.

(૬) મરીન પીપાવાવ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૯૫, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૧), ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.

(૭) અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૭૨/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ :- અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]