અમરેલી ખાતે સંત કરૂણાનંદબાપુની તિથિ ધામધૂમથી ઉજવાય  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/idxaepvjmwjjyygw/" left="-10"]

અમરેલી ખાતે સંત કરૂણાનંદબાપુની તિથિ ધામધૂમથી ઉજવાય 


અમરેલી ખાતે સંત કરૂણાનંદબાપુની તિથિ ધામધૂમથી ઉજવાય 
અમરેલી ખાતે સંત કરૂણાનંદબાપુની તિથિ ધામધૂમથી ઉજવાય ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સંત સ્વામી કરૂણાનંદ સેવા સમિતિ અમરેલી દ્વારા બ્રહ્મલીન સંત સ્વામી કરૂણાનંદ સરસ્વતીની ૭૨મી પુણ્યતિથિની બાળ હનુમાન મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી.આનંદ આશ્રમ કરમદડીના મહંત પૂ. સંત શ્રી સિદ્ધરામદાસબાપુ ગુરુ શ્રી પહુડિયાબાપુના સાનિધ્યમાં યોજાયેલ આ ધર્મસભામાં અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો, તિથિ ઉજવણીમાં મનહરભાઈ સલખના (ધારી), સૂરેશભાઈ મૈસુરિયા, ધીરૂભાઈ મકવાણા (ચલાલા), ભૂપતભાઈ મૈસુરિયા (અકાળા), ભરતભાઈ સરકત (લીલીયા), બગસરાથી પ્રફુલ્લભાઈ મકવાણા, ગોપાલભાઈ ભટ્ટી, ડૉ. રમેશભાઈ ઘુમલિયા, ચેતનભાઈ મિયાત્રા, જસદણના આગેવાનો ડૉ. પંકજભાઈ બડમલિયા, રાકેશભાઈ પરમાર, શૈલેષભાઈ મકવાણા, પ્રકાશભાઈ સરવૈયા, વીરનગરથી પંકજભાઈ ચૌહાણ, સ્થાનિક અગ્રણીઓ લાખાભાઈ ભટ્ટી, બાબુભાઈ રાઠોડ, પરેશભાઈ શેલાર, લીલાબેન ભટ્ટી, સુધાબેન પરમાર, ભાનુબેન સલખના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય દાતા પરિવાર શિલ્પાબેન અજયભાઈ નાગલાએ પૂ. બાપુનું પ્રતિમા પૂજન કર્યુ હતું. મહિલા મંડળે રાસની રમઝટ બોલાવી હતી, રાત્રે દિનેશભાઈ સોલંકી તથા અનિલબાપુએ સંતવાણીની જમાવટ કરી હતી. વહેલી સવારે કરૂણાનંદબાપુની મંગળા આરતી કરવામાં આવી હતી. અમરેલી ખાતે સતત સાતમી વખત ઉજવાય રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સંત સ્વામી કરૂણાનંદ સેવા સમિતિના સંયોજક વિપુલ ભટ્ટી, ચંદુભાઈ મકવાણા, સૂરેશભાઈ મૈસુરિયા, રમેશભાઈ સરવૈયા, દિનેશભાઈ બડમલિયા, અજયભાઈ નાગલા, કમલેશભાઈ પરમાર સાથે દિલીપભાઈ ડેરોતરા, પરેશભાઈ રાઠોડ, ધર્મેશભાઈ સલખના, મહેશભાઈ મૈસુરિયા, રાજુભાઈ, મૂકેશભાઈ, દિલીપભાઈ ઈસાપર, હિરેન સરવૈયા, હાર્દિક સરવૈયા, દિક્ષિત પરમાર, કાનો, હેતુલ, સૌરભ, જય, સાર્થક વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]