NSS-UNIT દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. - At This Time

NSS-UNIT દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


મહીસાગર

એન કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટ્સ કોલેજ, માલવણ ખાતે NSS-UNIT દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કોલેજના આચાર્યશ્રી ડૉ.સી.એમ. પટેલ, ડૉ.એસ.એસ ગાવીત, ડૉ.સત્યમ જોશી, ડૉ.વિમલ ગઢવી, ડૉ .એચ.એમ ઘોણા, ડૉ .ડી વી પરમારે પોતાના વક્તવ્યથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ.એલ એમ ડામોર, ડૉ.નરેશ મૌર્ય, ડૉ.એ.જી ત્રિવેદી, ડૉ.જે કે શાહ, ડૉ.ઉર્મિલા વસાવા, શ્રી નીલંજ પટેલ તેમજ ઉત્સાહભેર વિદ્યાર્થીઓ હાજર રહી આ કાર્યક્રમને વધાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ પી.ઓ ડૉ.નરેશ વણઝારાએ કર્યું હતું અને આભાર દર્શન વિભાગ તરફથી ડૉ.સુનિલ સુથારે કર્યું હતું.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.