દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર માટે જમીન સંપાદન ને ઘણો સમય થયો નિર્માણ ક્યારે ? - At This Time

દામનગર શહેર ને તાલુકા મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર માટે જમીન સંપાદન ને ઘણો સમય થયો નિર્માણ ક્યારે ?


દામનગર શહેર ને તાલુકા રેવન્યુ કચેરી જનસેવા કેન્દ્ર માટે જમીન સંપાદન ને ઘણો સમય થયો નિર્માણ ક્યારે ? હાલ દામનગર નગરપાલિકા માં નાયબ મામલતદાર કચેરી એક રૂમ માં સેવારત છે નવી તાલુકા મામલતદાર કચેરી માટે  દામનગર માં પ્રવેશતાજ દાર્શનિક સ્થળે ટેલિફોન એક્સચેન્જ ઓફિસ ની બાજુ માં તાલુકા રેવન્યુ કચેરી માટે જમીન પણ મુકરર કરાય છે દામનગર શહેરી અને ૩૦ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે તાલુકા મામલતદાર કચેરી નિર્માણ કરાય તો રેવન્યુ ઉતારા જાતિ આવક સહિત વિવિધ જરૂરી દાખલા પ્રમાણ પત્ર અને સામાન્ય કેસો શાંતિ સુલેહ ના મુસરકા સહિત કામો ઓછા ખર્ચે અને સમય અને શક્તિ બનાવનાર બનશે દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે દામનગર તાલુકા મામલતદાર કચેરી ને પ્રાયોરિટી અપાય તો સમગ્ર પંથક માટે આશીર્વાદ બનશે ઘણા સમય થી મામલતદાર કચેરી માટે જમીન મુકરર કરાય છે પણ નિર્માણ કાર્ય ક્યારે ?આ માટે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને અમરેલી જિલ્લા કલેકટર સહિત ને પત્ર પાઠવી રજુઆત કરતા જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા દ્વારા વિગતે પત્ર પાઠવી રજુઆત કરેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.