હ્યુન્ડાઈની ઈલેક્ટ્રિક કાર લોન્ચ પહેલા જ રસ્તા પર દોડતી જોવા મળી, આ છે સ્પેશિફિકેશન અને ફિચર્સ

હ્યુન્ડાઈની ઈલેક્ટ્રિક કાર લોન્ચ પહેલા જ રસ્તા પર દોડતી જોવા મળી, આ છે સ્પેશિફિકેશન અને ફિચર્સ


ઈલેક્ટ્રિક કાર હ્યુન્ડાઈ કોનાનું આગામી વર્ઝન લોન્ચ કરવાનો પ્લાન બનાવાઇ રહ્યો છે. આ કાર લોન્ચ પહેલા જ રસ્તા પર દોડતી જોવા મળી.

હ્યુન્ડાઈએ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં તેની પહેલી ઈલેક્ટ્રિક કાર Hyundai Kona રજૂ ​​કરી અને હવે કંપની તેનું આગામી વર્ઝન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર લોન્ચ પહેલા જ રસ્તા પર દોડતી જોવા મળી છે. હકીકતમાં કંપનીઓ લોન્ચ કરતા પહેલા રોડ ટેસ્ટિંગ કરે છે અને હ્યુન્ડાઈ પણ આ કારનું રોડ ટેસ્ટિંગ કરી રહી હતી અને તે દરમિયાન આ કાર જોવા મળી હતી. નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઈ ઈલેક્ટ્રિક કોના કાર જર્મનીમાં રોડ ટેસ્ટિંગ દરમિયાન ફરતી જોવા મળી છે. સાથે જ આ કારને લગતી કેટલીક ખાસિયતો પણ સામે આવી છે.

કારનું પરીક્ષણ કારસ્કોપ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ઘણી વેબસાઇટ્સે દાવો કર્યો છે કે તે હ્યુન્ડાઇની નેક્સ્ટ જનરેશન કોના કાર છે. તેમાં નવી ફ્રન્ટ ગ્રિલ અને અપડેટેડ હેડલાઇટ જોવા મળશે. સાથે જ તેમાં ટોપ માઉન્ટેડ LED DRL લાઇટ્સ આપવામાં આવી છે.જોકે Hyundaiએ આ આવનારી કાર વિશે વધુ માહિતી શેર કરી નથી. આ કાર ભારતીય બજારમાં ક્યારે ટક્કર આપશે તે પણ જણાવવામાં આવ્યું નથી.

શું હશે નવા ફેરફારો

આ સિવાય આ કારમાં અપડેટેડ ફ્રન્ટ અને રિયર બમ્પર જોવા મળશે. તેમાં નવી LED ટેલ લાઇટ આપવામાં આવી છે. તેમજ તેમાં નવી ORVM ડિઝાઇન જોવા મળશે. આવનારી નવી કોના કારને વર્તમાન વર્ઝન કરતાં વધુ સ્પેસ મળશે. તેનો લુક Tucson અને Ionic 5 જેવો જોઈ શકાય છે.

નવું ઇન્ટિરિયર પણ જોવા મળશે

આઉટરની જેમ, એક નવું ઇન્ટિરિયર જોઈ શકાય છે. આ આવનારી કારમાં નવું ડેશબોર્ડ જોવા મળશે. ડેશબોર્ડમાં નવા લુક જોવા મળશે. તે નવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને નવા ફીચર્સથી પણ સજ્જ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બીજી રોની સીટો માટે પણ આરામ માટે નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. નવી ઇલેક્ટ્રિક કોના કારમાં નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ જોવા મળશે અને મધ્યમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »