ખેડા માતરમાં મામલતદાર કચેરીએ મહેસૂલ મંત્રીની રેડ - At This Time

ખેડા માતરમાં મામલતદાર કચેરીએ મહેસૂલ મંત્રીની રેડ


ખેડાના માતરમાં મામલતદાર કચેરી ખાતે જાત તપાસ મહેસુલ મંત્રીએ કરી હતી. મંત્રીએ રેડ કરતા બનાવટી ખેડૂતોના નામ સામે આવ્યા છે.  ખોટા દસ્તાવેજ બનાવી કેટલાક લોકો ખેડૂત ખાતેદાર બન્યા હતા. સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવાનું કામ તેઓ કરી રહ્યા છે. ખોટા લાભો, ફરીયાદ મળતા જાત તપાસ માટે ખેડાના માતરમાં મેહસુલ મંત્રી પહોંચ્યા હતા, જ્યાં બનાવટી ખેડૂતોનો મામલો સામે આવ્યો હતોય.
મહેસુલ મંત્રીએ કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કોઈ પણ બનાવટી ખેડૂત બનવા જશે તો એની જમીન સરકાર હસ્તક થઈ જશે. અમે બાતમીદાર રાખીએ છીએ. બે મહિનાથી માહીતી અમને મળતી હતી. કેસો અહીં ચકાસવામાં આવ્યા હતા. 2012થી 2013ના કેસો જોવામાં આવ્યા. 1730 કેસો તપાસવામાં આવ્યા છે. જેમાંથી 628 કેસો ભારે સશંકાસ્પદ 500 ને પુરાવા રજૂ કરવા નોટીસ અપાઈ છે.
સાચો માણસ દંડાય નહીં અને ખોટો છૂટી જાય નહીં તે મામલે સરકારે નિર્ધાર કર્યો છે. કોઈ પણ જગ્યાએ માતર સિવાય અન્ય જગ્યાએ બનાવટી બન્યા છે તેમને છોડાશે નહીં. આ વાતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. 400 કરોડ રુપિયાની જગ્યાઓ બનાવટી ખેડૂતો મારફતે ખરીદાઈ છે. 260 કેસો તારવ્યા છે. ગણોતધારા કલમ હેઠળ કાર્યવાહી બને છે જેથી કાયદેસરની કાર્યવાહી કરાશે. આ તમામ જમીનો સરકાર હસ્તક કરવામાં આવશે. 1900થી 2000 વીઘા જમીન બનાવટી ખેડૂતોએ લીધી છે. હજુ પણ ચકાસણી ચાલું છે. કોઈ કેસ છોડાવાનો નથી. કેસોની વિગતો મેં તંત્ર પાસેથી લીધી છે. તેમ તેમણે કહ્યું હતું. આ સાથે મંત્રી આક્રમક મૂડમાં નજરે પડ્યા હતા. આ મામલે બાતમીદાર તરફથી એક એક માહિતી અને જૂઠ્ઠાણું અત્યાર સુધી ચાલતું હતું તેની માહિતી મંત્રી સુધી પહોંચાડવામાં આવતા તેમને આ રેડ કરી હતી અને સમગ્ર મામલે પર્દાફાશ કર્યો હતો. તેમને એ પણ કહ્યું હતું કે, આ ખોટા બની બેઠેલા ખેડૂતોને નોટી પાઠવવામાં આવી છે. જેથી લીગલ અને કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon